17 થી 19 તારીખ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરમાં લખાશે
17 સપ્ટેમ્બરે 13 હજારથી 15 હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથે વિશ્વકર્મા યોજનાની શરૂઆત થઇ
17 સપ્ટેમ્બરે શિબિર યોજી 60 હજાર લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા
18 સપ્ટેમ્બરે બંધારણસભાથી શરૂ થનારી 75 વર્ષની બંધારણીય યાત્રા પર ચર્ચા કરવામાં આવશે
Mnf network: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે પોતાનો 73મો જન્મદિવસ ઊજવશે. આ દિવસે કેન્દ્ર સરકારની પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત થશે.
રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. 17 સપ્ટેમ્બર, 1950એ ગુજરાતના વડનગરમાં જન્મેલા પીએમ મોદી આ દિવસે 73 વર્ષના થઈ ગયા. આ જ દિવસે વિશ્વકર્મા જયંતી હોવાથી આ પ્રસંગે પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી
આ યોજના પારંપરિક કૌશલ્ય ધરાવતા લોકો માટે રહેશે. સરકાર 13 હજારથી 15 હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથે વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરશે. ગામ, શહેરોમાં કારીગરો છે, જે પોતાના હાથના કૌશલ્યથી જીવનગુજારો કરે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો જેમ કે, નાયી, ધોબી, સુથાર, કડિયા, વગેરે પારંપરિક કૌશલ્ય કામગીરી કરતા લોકો અને લારી-પાથરણાવાળાઓ માટે લાવવામાં આવી છે.
આ જ દિવસે પીએમ મોદી ભારત ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ અક્સ્પો સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતુ. તેને યશોભૂમિ નામ આપવામાં આવ્યું છે.
સોમવારે સંસદનું વિશેષ સત્ર શરૂ થવાનું છે. સરકારે સંસદના વિશેષ સત્રનો એજન્ડા પણ પ્રસિદ્ધ કરી દીધો છે. જે અનુસાર, પહેલા દિવસ 18 સપ્ટેમ્બરે બંધારણસભાથી શરૂ થનારી 75 વર્ષની બંધારણીય યાત્રા પર ચર્ચા કરવામાં આવશે. લોકસભા સચિવાલય તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા બુલેટિન અનુસાર, બંધારણસભાથી લઈને આજ સુધી સંસદની 75 વર્ષની મુસાફરી, ઉપલબ્ધિઓ, અનુભવો, સ્મૃતિઓ અને શીખ પર ચર્ચા ઉપરાંત ચાર વિધેયક પણ યાદીમાં સમાવાયા છે.
18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં પહેલા દિવસને બાદ કરતાં બાકીના દિવસની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે. ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે નવા ભવનમાં કામગીરીની શરૂઆત થશે. નવા સંસદ ભવનમાં કામગીરીની શરૂઆત કરતાં પહેલાં એક વિશેષ પૂજા પણ થશે.