ધો.10 ની બોર્ડની પરીક્ષાને લઈ મોટા સમાચાર : માસ પ્રમોશન મળશે કે પરીક્ષા શાળા કક્ષાએ યોજાશે ? જાણો વધુ વિગતો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં કોરોનાની મહામારી ને કારણે ગુજરાત બોર્ડની ધોરણ૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા ઓ મુલતવી રાખવામાં આવી છે જોકે આ પરીક્ષાઓ ક્યારે લેવાશે તેને લઈને સરકારે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી સાથે વાલી મંડળના પ્રેસિડેન્ટ નરેશ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10ના 12ના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભારતમાં કેટલાય રાજ્યોએ પરીક્ષા સસ્પેન્ડ અથવા તો મોકૂફ રાખી છે. આ સ્થિતિને જોઈ રાજ્યભરમાંથી વાલીઓએ અમારો સંપર્ક કર્યો અને પરીક્ષા રદ થાય તે માટેની ચર્ચા થઇ છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારે આ મુદ્દે કોઈ નિર્ણય ન લેતા હવે અમારે ગુજરાત હાઇકોર્ટના શરણે થવું પડ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે દેશના 7 રાજ્યોએ ધોરણ 10 ની પરીક્ષા રદ કરી છે. જેમાં હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, નવી દિલ્હી, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને, મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે.
તો બીજી બાજુ મીડિયા અહેવાલ મુજબ, શિક્ષણ વિભાગના જણાવ્યાં અનુસાર, હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ ગત વર્ષે આરટીઈ એક્ટ અંતર્ગત ધોરણ 8 અને 9માં નાપાસ નહીં કરવાની પોલીસી સાથે માસ પ્રમોશન મેળવીને આવ્યા છે. એટલે હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થવુ જરૂરી છે. જો આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. ધોરણ 10માં માસ પ્રમોશન આપવાની જગ્યાએ પરીક્ષાની પદ્ધતિમાં બદલાવ કરી પરીક્ષા લેવાવી જોઈએ. બોર્ડ દ્વારા MCQ બેઝ પરીક્ષા અથવા તો શાળા કક્ષાએ પરીક્ષા લેવાય તેવી બોર્ડ દ્વારા હાલ ચર્ચા હાલામાં ચાલી રહી છે.