ઊંઝા નગરપાલિકામાં ભાજપના નગરસેવકનો સીટી બસ અને ડિજિટલ પાલિકા બનાવવાનો પ્રસ્તાવ દિવાસ્વપ્ન બનશે ? શહેરીજનોની આશાઓ પર પાણી !

ઊંઝા નગરપાલિકામાં ભાજપના નગરસેવકનો સીટી બસ અને ડિજિટલ પાલિકા બનાવવાનો પ્રસ્તાવ દિવાસ્વપ્ન બનશે ? શહેરીજનોની આશાઓ પર પાણી !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) :  ઊંઝા નગરપાલિકા માં જ્યારે અલ્પ બહુમતીથી ભાજપનું શાસન આવ્યું ત્યારે નગરજનોને ભાજપના જ શાસકો દ્વારા સીટી બસ શરૂ કરવાનો અને નગરપાલિકાને ડિજિટલ બનાવવાના સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં નગરપાલિકામાં ચાલી રહેલા સત્તા પક્ષ અને વિરોધ પક્ષના ધમાસણ ને જોતા એવું લાગે છે કે નગરજનોનો આ સ્વપ્ન ક્યાંકને ક્યાંક દિવાસ્વપ્ન ન બની જાય !

ઊંઝા નગરપાલિકા માં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી નગરપાલિકા સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. પરિણામે ક્યાંકને ક્યાંક નગરના વિકાસમાં પણ હવે અવરોધો સર્જાવા લાગ્યા છે. નગરપાલિકામાં ભાજપનું શાસન આવતાં જ હોર્ડિંગ્સ કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું હતું. ત્યાં હવે પાલિકાના રોજમદાર સફાઇ કર્મીઓ પણ ન્યાયના હકોની માગણીને લઇને હડતાલ પર ઉતર્યા છે.જેથી નગરમાં સફાઇ નો પ્રશ્ન પેચીદો બન્યો છે.

ભાજપના સત્તાધીશો પોતાની કાર્યક્ષમતાનો ઉપયોગ નગરના વિકાસમાં કરવાને બદલે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષને દબાવવામાં કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો કે સમય અગાઉ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સિટી બસ શરૂ કરવાને લઈને સકારાત્મક નિર્ણય લેવાની વાત કરવામાં આવી હતી. તો વળી ભાજપના જ નગર સેવક દ્વારા સીટી બસ અને ડિજિટલ નગર પાલિકા બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી આ પ્રસ્તાવ પર નક્કર કાર્યવાહી નહીં થતા ક્યાંકને ક્યાંક ભાજપના જ નગરસેવકની રજૂઆત સામે ભાજપના શાસકો આંખ આડા કાન કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે !