વાયરલ મેસેજને લઇ ચર્ચા : ઊંઝા ધારાસભ્યના જન્મ દિવસની થશે અનોખી ઉજવણી : જાણીને થશે આશ્ચર્ય
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝાના ધારાસભ્ય કે જેઓ ધીમી કામગીરી માટે જાણીતા છે તેમનો આગામી 1 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે કાર્યકર્તાઓએ ધારાસભ્ય નો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું છે જેમાં ઊંઝા ની સગર્ભા બહેનો માટે 251 જેટલી પોષણ યુક્ત આહાર ની કીટ તૈયાર કરીને વિતરણ કરવાનું નક્કી કરાયું છે.
સગર્ભા બહેનો માટે જે પોષણયુક્ત આહારની 251 કીટ તૈયાર કરવાની છે તેના માટે કાર્યકર્તાઓ પાસે ઈચ્છા અનુસાર ₹500 અનુદાન આપવાનું રહેશે તેઓ એક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજમાં એક બાજુ અપીલ કરાઈ છે કે,
ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર...આગામી તારીખ 1/12/2023 ના રોજ આપણા લોક પ્રિય ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ ના જન્મ દિવસ ની ઉજવણી ઊંઝા શહેરમાં કરવાનું આયોજન ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી ની ચૂંટાયેલી પાંખ, સંગઠનના પદાધિકારીઓ તથા તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ છે જેમાં ઊંઝા શહેરની સગર્ભા બહેનો માટે પોષણયુક્ત આહારની આશરે ૨૫૧ (બસ્સો એકાવન) કીટ નું વિતરણ કરવાનું છે તો આપની ઈચ્છા અનુસાર તમામ કાર્યકર્તાઓ ૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં કીટ નોંધાવી શકાશે. :૧ કીટ માટે રૂ.૫૦૦/- નું અનુદાન આપવાનું રહેશે
વાયરલ મેસેજને લઈને તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ જે મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે તેમાં આમ તો કાર્યકર્તાઓને સ્વૈચ્છિક અપીલ કરવામાં આવી છે પરંતુ ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી માટે જ્યારે અપીલ કરવામાં આવી હોય કાર્યકર્તાઓએ મને કમને પણ યથાશક્તિ અનુદાન આપવાનો પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે. જોકે સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર કીટ આપવાનો વિચાર સારો છે એમાં કોઈ વિવાદ નથી.પણ આ માટે કાર્યકર્તાઓને કરવામાં આવેલી અપીલ યોગ્ય છે કે નહીં એ તો કાર્યકર્તાઓ જ જાણે !