મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે યોજાશે રાજ્ય કક્ષાનો 'સ્વાગત' કાર્યક્રમ
Mnf network: ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો 'સ્વાગત' કાર્યક્રમ તા.૨૫ જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો 'સ્વાગત' કાર્યક્રમ તા.૨૫ જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-૨, મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
આ રાજ્ય 'સ્વાગત'માં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે તા. ૨૫મી જાન્યુઆરીએ સવારે ૭:૩૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન મુખ્યમંત્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે.