વિજાપુર : ભાજપના રમણ પટેલ સામે કાર્યકરોનો હોબાળો : ગાંધીનગર કમલમ માં કાર્યકરોએ શુ આપી ચીમકી? જાણો
વિજાપુર સીટ પર રમણ પટેલનો સખત વિરોધ
હજારો કાર્યકરો કમલમ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા.
ભાજપની આંતરિક લડાઈમાં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત
AAP એ ચિરાગ પટેલને મેદાનમાં ઉતર્યા
AAP ના ચિરાગ પટેલ તમાકુ એસોસિયેશનના છે પ્રમુખ
AAP ને લોકો માંથી મળી રહ્યો છે જોરદાર પ્રતિભાવ
AAP એ ડોર ટૂ ડોર શરૂ કર્યો પ્રચાર
મોર્નિંગ ન્યુઝ ફોકસ વિજાપુર : મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક પર ધારાસભ્ય રમણભાઈ પટેલને રિપિટ કરાતાં સ્થાનિક ભાજપમાં ભડકો થયો છે . આ બેઠક પર ૨૩ જણાંએ દાવેદારી કરી હતી પરંતુ ભાજપે રમણભાઈને રિપિટ કરતા ૨૩ માંથી ૨૦ દાવેદારો પ ૦ જેટલી ગાડીઓમાં હજારો સમર્થકો સાથે ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચી ગયા હતા અને બળાપો કાઢ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે મહેસાણા જિલ્લાની સાત બેઠકો પૈકી છ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે વિજાપુરની બેઠક પર વર્તમાન ધારાસભ્ય રમણભાઈ પટેલને રિપિટ કરવામાં આવતા પ્રબળ દાવેદારો મનાતા ઘણા નેતાઓના પત્તા કપાઈ ગયા છે . જેથી ભાજપમાં રહેલી જૂથબંધી ધીરે પીરે ખુલ્લી પડી રહી છે . જેમાંથી 3 દાવેદારો 30 ગાડીઓમાં હજારો સમર્થકો લઈ ગાંધીનગર કમલમમાં પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો અને ચૂંટણીમાં નિષ્ક્રિય થઈ જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી .
વિરોધમાં ઉતરેલા દાવેદારોમાં પૂર્વ ધારાસભ્ય જવાભાઈ પટેલ , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદમાઈ પટેલ , સુરેશભાઈ પટેલ , મહેશજી ડાકોર ખરોડ , રશ્મીકાન્ત પટેલ પણુંસા સહિતના જાણીતા ચહેરા હતા. વર્તમાન પારાસભ્ય સામે મોટી સંખ્યામાં વિરોષ જોઈ વિજાપુર બેઠક રાજકીય અખાડો બની જાય તો નવાઈ નહી તેવું વિશ્લેષકોમાં ચર્ચાઈ રહ્યું છે . ભાજપની ડેમેજ કંટ્રોલ સીસ્ટમ સક્રિય હોવા છતાં વિરોધી સૂર જાહેરમાં દેખાવા લાગતા ભાજપની જૂથબંધી હવે તેની પરાકાષ્ઠએ પહોંચી હોવાનું ફલિત રહ્યું છે . વિકાસ કાર્યોમાં રમણભાઈ ભેદભાવની નીતિ આપણાવે છે.તેઓએ ગામડાઓમાં વિકાસ કર્યો નથી . સાથે જ રમણભાઈ પટેલ પક્ષના માાણસોને સાથે રાખીને ચાલતા નથી . આથી રમણભાઈ પટેલ સિવાઈ કોઈને પણ ટિકિટ આપો.