સુરત : PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેન્ટ્રલ એસટી ડેપો પર સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના 74 માં જન્મદિવસ નિમિત્તે
સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ એસટી ડેપોમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ બલર અને અરવિંદભાઈ રાણા રહ્યા ઉપસ્થિત
કાર્યક્રમ દરમિયાન બંને ધારાસભ્યો તેમજ એસ.ટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા સ્વચ્છતાના શપથ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) :ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પર પણ ધારાસભ્ય કાંતિભાઈ બલર અને અરવિંદભાઈ રાણા ની ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને સ્વચ્છતા ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પર ધારાસભ્ય કાંતિભાઈ બલર અને અરવિંદભાઈ રાણા ની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બસ સ્ટેશન વિસ્તારના વિવિધ વિસ્તારોમાં બંને ધારાસભ્ય તેમજ એસટી ડેપોના અધિકારીઓ અને કર્મચારીગણ દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને 76 માં જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત સ્વચ્છતા ની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ બલર, ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, ડેપો મેનેજર સુરત ગ્રામ્ય બી.ટી.પટેલ , સ્ટેન્ડ ઇન્ચાર્જ ઝેડ.એમ.શેખ, વિભાગીય કચેરીનાં એ.ટી.આઇ. શ્રી બી.બી. લંગાળીયા ઉપસ્થિત રહ્યા હતા.