રક્ષાબંધન પર્વને લઈ સુરત મહાનગર પાલિકાની બહેનોને મોટી ભેટ : ફ્રી મુસાફરીનો લાભ બહેનો ઉપરાંત કોને મળશે? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા બહેનોને એક મોટી ભેટ આપવામાં આવી છે જેમાં આજે 11 ઓગસ્ટ 2022 ને રક્ષાબંધનના દિવસે તમામ બહેનો તેમજ તેમના 15 વર્ષ સુધીના બાળકોને સીટી બસમાં ફ્રી મુસાફરી નો લાભ મળશે.
અખબારી યાદી મુજબ, સુરત મહાનગરપાલિકાનાં અધ્યક્ષ, સ્થાયી સમિતિ તથા અધ્યક્ષ, જાહેર પરિવહન સમિતિનાં સુચન અન્વયે તા.૧૧/૦૮/૨૦૨૨ નાં રોજ રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે સુરત સીટીલીંક લી. અંતર્ગત કાર્યરત BRTS બસો તેમજ સીટીબસોમાં તમામ બહેનો તેમજ તેમના ૧૫ વર્ષનાં બાળકોને ફ્રીમાં મુસાફરી કરી શકાશે. સુરત મહાનગરપાલિકાના આ નિર્ણયથી બહેનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.