ઊંઝા : મુખ્યમંત્રીએ લીધી ચા ની ચુસ્કી પણ ચા ફિક્કી પડી ! જાણો કારણ
મોર્નિંગ ન્યુઝ ફોકસ તાજેતરમાં ધાર્મિક નગરી ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધજા મહોત્સવ દરમિયાન હાજરી આપી હતી. ધજા મહોત્સવ કાર્યક્રમમાં પધારેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય કાર્યાલયની મુલાકાત લઇ અને ઊંઝાના અગ્રણી નેતાઓ સાથે ચા ની ચૂસકી પણ લીધી હતી પરંતુ ઊંઝા ની ચા ફીકી પડી હોય તેવું લાગ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી એ ઊંઝા ની મુલાકાત લીધી તે પહેલા ઊંઝામાં જ્યારે ભારે વરસાદ આવ્યો હતો ત્યારે ઊંઝામાં અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. અને તંત્રની પોલ ખુલી ગઈ હતી એટલું જ નહીં પરંતુ આ નગરીના જે બની બેઠેલા પ્રજાપતિનિધિઓ છે તેમની બેદરકારી છતી થઈ હતી.
જોકે આશાબેન પટેલના નિધન બાદ ઊંઝા નગરીનો વિકાસ ક્યાંક ને ક્યાંક અટકી ગયો હોય તેવું નગરજનો પણ હવે મનોમન માનવા લાગ્યા છે કારણકે ઊંઝા ના પ્રશ્નોને લઈને હવે જબરજસ્ત સરકારમાં રજૂઆત કરી શકે એવા કોઈ નેતાઓ ઊંઝામાં રહ્યા હોય તેવું લાગતું નથી. મુખ્યમંત્રી ઊંઝામાં આવ્યા છતાં પણ ઊંઝા ની કોઈ મહત્વની જરૂરિયાતોને લઈને મુખ્યમંત્રી પાસે માગણી કરાઈ હોય તેવું દેખાતું નથી ત્યારે કોણ જાણે કેમ ઊંઝાના વિકાસને કોનું ગ્રહણ લાગ્યું હશે ?