ઊંઝા:નગર પાલિકા દ્વારા થતા રોડના પેચવર્ક માં બેદરકારી ? એન્જિનરે શું કહ્યું ? જાણો

ઊંઝા:નગર પાલિકા દ્વારા થતા રોડના પેચવર્ક માં બેદરકારી ? એન્જિનરે શું કહ્યું ? જાણો

કાર્યકારી પ્રમુખના શાસનમાં નગર પાલિકામાં લાલિયાવાડી !

પાણી ને લઇ અગાઉ ઉઠી હતી ફરિયાદો

તાજેતરમાં થયેલ રોડ ના પેચ વર્ક કામમાં પણ બેદરકારી 

સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ 

કાળા ડામર ના કાળા કામમાં કોના કાળા હાથ સામેલ હશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકામાં જ્યારથી દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે ત્યારથી ઊંઝા નગરપાલિકાનો વહીવટ કળથળતો હોવાની વિગતો આવી છે. તાજેતરમાં પાણીની ફરિયાદો ઉઠી હતી તો વળી તાજેતરમાં નગરપાલિકા દ્વારા થયેલા રોડના પેચ વર્ક કામમાં પણ ગોટાળા હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં રોડ ઉપર જે પેચ વર્ક કામ કરવામાં આવ્યું છે એ કામમાં કેટલાક ઠેકાણે ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવવામાં આવી હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં રોડ ઉપર જે પેચ વર્ક કામ કરવામાં આવ્યું છે તેમાં ડામર નું પ્રમાણ ઓછું હોવાની ફરિયાદ ઉઠી છે.

જોકે કાર્યકારી પ્રમુખના કાર્યકાળમાં થયેલ રોડના પેચ વર્કમાં બેદરકારી રાખવા પાછળનું કારણ શું હોઈ શકે ? નગરપાલિકાના એન્જિનિયર દ્વારા પણ આડકતરી રીતે આ વાતનો સ્વીકાર કરીને જે જગ્યાએ રફ કામ થયું હોય ત્યાં સારું કામ કરાવાનું જણાવ્યું હતું. ત્યારે  હવે જોવાનું રહ્યું કે આ કાળા ડામર ના કાળા કામમાં કોના કાળા હાથ સામેલ હશે ?