ઊંઝા નગર પાલિકાના શાસકોની આગામી સમયમાં આ મુદ્દે વધી શકે છે મુશ્કેલીઓ, વિપક્ષ નેતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન
ઊંઝા નગરપાલિકા વિપક્ષનેતા દ્વારા પ્રમુખની ગેર જવાબદાર કામગીરી અને ભ્રષ્ટાચાર મામલે ગંભીર આક્ષેપ. વિપક્ષી નેતાની આંદોલનની ચીમકી
સમગ્ર ગુજરાતના પાટીદારની આસ્થાનું કેન્દ્ર માંઉમીયા ધામ ઊંઝા નગર એ વર્તમાન સમયમાં રાજકીય મૂદ્દે ખૂબ ચર્ચા માં રહ્યું છે.
ઊંઝા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરાઇ નથી.
કોર્પોરેટરને સસ્પેન્ડ કરાવવા માટે ગાંધીનગરના આંટાફેરા મારનાર શાસકો એક કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરાવી શકતા નથી એ શહેરનો વિકાસ કરવાના ? શહેરમાં ચર્ચા
કોર્પોરેટર ભાવેશ પટેલને સસ્પેન્ડ કરાવ્યા પછી કોર્ટનો સસ્પેન્ડ ઉપર મનાઇ હુકમ મળતા જ ભાજપના શાસકો ના હોશ ઉડી ગયા !
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : છેલ્લા ઘણા સમયથી ભાજપ નજીવી બહુમથી ઊંઝા નગરપાલિકામાં સત્તા સુકાન સુઘી પહોચ્યું છે. ત્યારે પાલિકાના પ્રમુખ રિંકુબેંન પટેલ ના ગેર વર્તન તેમજ ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષ નેતા તેમજ પૂર્વ ભાજપ નેતા ભાવેશ પટેલની ઉગ્ર લડતને કારણે ભાજપની છબી ખરડાઈ છે. ત્યારે ગત તા-28/01/2022 ના રોજ ઊંઝા નગરપાલિકાની જનરલ સભા યોજાઈ જેમાં પ્રોટોકોલ મુજબ ધારાસભ્યના શોક બાદ જનરલ સભા યોજાતી હોય છે. ત્યારે વર્તમાન ભાજપ શાસિત પાલિકા પ્રમુખ ધારાસભ્ય નો શોક વ્યક્ત કરવાનું પણ ઉચિત ન સમજ્યા. ત્યારે ચાલુ જનરલ સભા દરમીયાન વિપક્ષ નેતા ભાવેશ પટેલે સમગ્ર સભા સ્થગિત કરી ને મક્કમ રીતે રજુઆત થકી ધારાસભ્યનો શોક વ્યકત કરવા સૌ સદસ્યોને મજબૂર થવું પડ્યું હોવાનું ભાવેશ પટેલે મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વર્તમાન ઊંઝા નગરપાલિકા પ્રમુખ રિંકુબેંન પટેલ પર વિપક્ષ નેતા ભાવેશ પટેલે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ભાવેશ પટેલ ના જણાવ્યા મુજબ વર્તમાન પાલિકા પ્રમુખ રિંકુબેન પટેલે પોતાના વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે હોલ્ડિંગ ભ્રષ્ટાચાર આચરી ઊંઝા નગરપાલિકા સંસ્થાને રૂપીયા 10 લાખથી વધુ રકમનું નુકશાન અપાવ્યું છે તેમજ તાજેતરમાં થયેલ ડિઝલ ચોરી માં પણ પ્રમુખ સંડોવાયેલા છે. જે બાબતે ઊંઝા નગરપાલિકાના CCTV ફૂટેજ લેવા પેન ડ્રાઈવ આપતા પ્રમુખે પેન ડ્રાઈવ ઘર ભેગી કરી તેમજ વિપક્ષે દુઘ સપ્લાય ટેન્ડરીગ ભ્રષ્ટાચાર બહાર લાવતા આખુ ટેન્ડર રદ કરવા મજબૂર થવું પડ્યું હતું.
આવા અનેક ભ્રષ્ટાચારથી વર્તમાન પાલિકા પ્રમુખ ઘેરાયેલા છે ત્યારે આ તમામ મુદ્દે પાલીકા પ્રમુખે મૌન સેવ્યું છે પરંતુ ગુજરાતીમાં કહેવત છે 'ચોરી છાપરે ચડીને પોકારે' ત્યારે ભ્રષ્ટાચારના પર્યાયી બનેલા લોકો મને સભ્ય પદેથી દૂર કરવા અનેક હવાતીયા મારી ચૂક્યા છે. પરંતુ સત્તાનો સદુપયોગ કરીને નગરપાલિકામાં એક સ્થિર ચીફ ઓફિસરની નિમણૂક કરાવી શકતા નહિ હોવાનો આક્ષેપ ભાવેશ પટેલે કર્યો છે.