ગાંધીનગર : AAP ના ડોર ટુ ડોર પ્રચારને જોઈ ભાજપ-કોંગ્રેસ અંજાઈ ગયું ! પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આ તસ્વીરે ભાજપની ચિંતા વધારી !
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી નો જંગ જામ્યો છે ત્યારે ધીમે ધીમે આ ચૂંટણી રસપ્રદ બની રહી છે. જોકે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ છે. પરંતુ ગાંધીનગરની ગ્રાઉન્ડ લેવલ ની સ્થિતિ જોતા એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરોના ઉમંગ, ઉત્સાહ અને જોશથી ને જોઈને કદાચ ભાજપ અને કોંગ્રેસે અગાઉથી જ હાર માની લીધી હશે !
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ કરેલું એક ટ્વીટ પાર્ટીના કાર્યકરોમાં એક અનોખો ઉત્સાહ જન્માવે તેવું છે. ગોપાલ ઇટાલીયા એ ટ્વિટ કરીને લખ્યું છે કે,
" મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિન કે સપનોમે જાન હોતી હૈ
પંખો સે કુછ નહી હોતા હોસલો સે ઉડાન હોતી હૈ "
અત્રે નોંધનીય છે કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ગ્રાઉન્ડ લેવલ ઉપર કાર્ય કરી રહ્યા છે. જોકે કાર્યકરો દ્વારા પોતાની પાર્ટીનો એજન્ડા લોકોના ઘરે ઘરે જઈને પહોંચાડવામાં આવી રહ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ખુદ પાર્ટીનો એજન્ડા લોકોના ઘર સુધી પહોંચાડવા માટે જઈ રહ્યા છે. ત્યારે તેમની એક તસવીર સામે આવી છે જેમાં ભાજપના કાર્યકર એવા દેત્રોજ ગ્રામ પંચાયતના સરપંચ અને પૂર્વ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ના ઘરે તેઓ પાર્ટીના એજન્ડા નુ પ્લેમફ્લેટ આપી રહેલા નજરે પડે છે.જો કે ગોપાલ ઇટાલીયા ની આ તસવીર જોઈને ભાજપના નેતાઓની ચિંતા વધી જાય તો નવાઈ નહીં !
જોકે હરીફ પક્ષના કાર્યકરના ઘરે પણ પોતાના પક્ષની વિચારધારાને પહોંચાડવાની આમ આદમી પાર્ટીની આ વૃત્તિ એ જ સમરસતાનું પ્રતીક છે. સાચા અર્થમાં લોકશાહી નો ધબકાર છે. હરીફને પણ મિત્ર માનવાના સંસ્કારો ધરાવતી આ પાર્ટીના કાર્યકરો નો જોશ એ આવનારી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં એક નવા રાજકીય યુગનો ઉદય કરે તો પણ નવાઈ નહીં !
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં જો કે ભાજપ અને કોંગ્રેસ ની નિમ્ન કક્ષાની રાજનીતિ થી મતદારો પણ ક્યાંકને ક્યાંક હવે નારાજ હોય એવા પણ કેટલાક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે એક નવી રાજનીતિને ગાંધીનગર ના મતદારો સ્વીકારવા માટે થનગની રહ્યા છે. જોકે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોએ જે સક્રિય કામગીરી બજાવી છે એના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે અને મતદારોમાં પણ આમ આદમી પાર્ટી પ્રત્યેનો ઝોક વધ્યો છે. જો કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા નગરસેવકો હાલમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર અર્થે ડોર-ટુ-ડોર ફરીને લોકોને પાર્ટીની વિચારધારાથી પ્રેરિત કરવાના પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આવનારી ચૂંટણીના પરિણામો આમ આદમી પાર્ટી માટે હકારાત્મક સાબિત થઈ શકે છે !