સુરત : કોરોનાને લીધે લોકો મોતની ચાદર ઓઢી રહ્યા છે ત્યારે લોકડાઉનમાં પ્રશંસનીય કામગીરી કરનાર ભાજપના નેતાઓ હાલમાં ક્યાં ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સુરતમાં કોરોના ના કેસો માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે. બીજી બાજુ ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો છે. તો વળી રેમડિસેવર ઇન્જેક્શન પણ હાલમાં માંગ મુજબ ઉપલબ્ધ થઇ રહ્યા નથી. છેલ્લા પાંચ દિવસમાં 100 કરતાં વધારે લોકોના મૃત્યુ થયા છે. હવે આગામી એક અઠવાડિયા માં જો સ્થિતિ કાબૂમાં ન આવે તો કલ્પના બહારનું દ્રશ્ય જોવા મળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. ત્યારે સુરત ની જવાબદારી જેમના માથે છે એવા રાજ્યના સત્તાધીશો એકબીજા ઉપર આક્ષેપો કરવામાં તો વળી ક્યાંક વાહ વાહી લૂંટવામાં જ વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે.
મેયર બન્યાના શરૂઆતથી જ વિવાદોમાં સપડાયેલા સુરત ના મેયર હેમાલી બોઘાવાલા પોતે જ કોરોનાથી સંક્રમિત થયા છે. તો બીજી બાજુ પૂર્વ મેયર જગદીશ પટેલ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં બનાવેલ સ્કૂલોના માળખાને લઈને ટ્વીટર હેન્ડલ થી આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. પરંતુ આ કપરી સ્થિતિમાં ક્યાંય ગ્રાઉન્ડ પર અસરકારક કામગીરી કરતા જોવા મળ્યા નથી.
એક સમયે ટ્રાફિક અવેરનેસ જેવી બાબતોને લઇને રસ્તા ઉપર ઉતરનાર સુરતના ધારાસભ્ય અને રાજ્યના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી પણ સુરતની આ કપરી પરિસ્થિતિમાં ક્યાંય પણ ગ્રાઉંડ પર નહી જોવા મળતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. એટલું જ નહીં, તેઓ માત્ર સોશિયલ મીડિયા ઉપર ભાજપના કાર્યક્રમોની પોસ્ટ કરતા રહે છે. ત્યારે એક આરોગ્ય મંત્રી તરીકે તેમની સુરત પ્રત્યેની જવાબદારી નિભાવવામાં ક્યાંકને ક્યાંક તેઓ ઉણા ઊતરી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
તો વળી lockdown વખતે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરનાર અને હાલમાં જેમના માથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી છે એવા સુરત નવસારીના સૌથી સક્રિય સાંસદ સી.આર.પાટીલ પણ આ વખતની સુરતની કોરોના ની કપરી પરિસ્થિતિમાં અગાઉની જેમ ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંય કામગીરી કરતા નહીં જોવા મળ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તો વળી અમરેલી માં જઈને તેમણે covid વેક્સિનેશન નો કાર્યક્રમ કરાવ્યો હતો. પરંતુ lockdown વખતે તેમણે જે અસરકારક કામગીરી કરી હતી એવી ગ્રાઉન્ડ લેવલ ની કામગીરી કરતા સી.આર.પાટીલ નહીં જોવા મળ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળ્યા બાદ સી.આર.પાટીલ ખૂબ જ વ્યસ્ત રહેતા હોઇ આ વખતે કોરોના ની કપરી પરિસ્થિતિમાં ગ્રાઉન્ડ લેવલ ની તેમની કામગીરી જોવા મળી રહી નથી.
જોકે સુરત ભાજપના ધારાસભ્યો પણ સુરતમાં વણસી રહેલી આ કોરોના ની કપરી પરિસ્થિતિમાં ક્યાંય પણ અસરકારક કામગીરી કરતા ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળ્યા નથી. ત્યારે સુરતના સૌથી યુવા ધારાસભ્ય એવા હર્ષ સંઘવી ની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. જોકે lockdown વખતે પણ તેમણે રાતોરાત કોવિડ હોસ્પિટલ તૈયાર કરી નાખી હતી. ત્યારે હાલમાં પણ આ covid ની કપરી પરિસ્થિતિમાં હર્ષ સંઘવી અસરકારક કામગીરી નિભાવી રહ્યા છે.