સુરત : ભાજપ અધ્યક્ષ પાટીલની ઓફિસમાં જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસનો ઉલાળીયો, ફોટો સેશન- મજબૂરી કે પ્રસિદ્ધિની ભૂખ ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા ) : ચંદ્રકાંત રઘુનાથ પાટીલ જ્યારથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. વિવાદ અને પાટીલ એકબીજાનો પર્યાય બન્યા છે. પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની તાજપોશી કોરોના કાળમાં થઈ હતી. ત્યારે પ્રધાનમંત્રીની સલાહ લોકોને માસ્ક અને સોશિયલ distance ની હતી એ સમયે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ બનતાની સાથે જ પાટીલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ના નામે પ્રધાનમંત્રીની સલાહના ધજીયા ઉડાવ્યા હતા. પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી લઈને આજ સુધી સી.આર.પાટીલ માસ્ક અને સોશિયલ distance ના નામે સતત વિવાદોમાં રહ્યા છે.
પાટીલના કાર્યાલયમાં જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટસના ધજાગરા
જો કે ગાંધીનગર હોય કે સી.આર.પાટીલનું સુરત ઉધના ખાતેનું કાર્યાલય હોય, પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસનો ભંગ પાટીલ દ્વારા કે પાટીલની ઓફિસમાં ન થાય એ કેમ બને ? સુરત ઉધના ખાતેની ઓફિસમાં જ્યારે પાટીલ હાજર હોય ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અનેક કાર્યકરો પાટીલને મળવા માટે અને તેમની સાથે ફોટો પડાવવા માટે આવતા હોય છે. ત્યારે પાટીલની ઓફિસમાં સતત માસ્ક અને સોશિયલ distance ના ધજાગરા ઉડતા જોવા મળે છે.જો કે પાટીલના કાર્યાલયમાં કામ કરતા લોકો પણ કયાંક માસ્ક વિના ફરતા જોવા મળે છે. પાટીલના ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો અનેકવાર માસ્ક અને સોશિયલ distance નો નિયમ ભંગ ખુદ સી.આર.પાટીલ દ્વારા થયેલો હોવાનું પણ જોવા મળી શકે છે.
સામાન્ય વ્યક્તિ પાસેથી માસ્કનો 1000 દંડ, પાટીલ 'ભાઉ ' સામે સરકાર નતમસ્તક ?
સામાન્ય રીતે જો કોઈ આમ આદમી માસ્ક ન પહેરે તો તેની પાસેથી 1000 રૂપિયા જેટલો દંડ વસુલ કરવામાં આવતો હોય છે પરંતુ આ સત્તાધીશો જ્યારે નિયમોનો સરેઆમ ભંગ કરે તો પણ તેમની પાસેથી દંડ વસુલવાની લાચાર તંત્રમાં હિંમત રહી નથી ? જે દર્શાવે છે કે ગુજરાતમાં ક્યાંકને ક્યાંક લોકશાહી હવે સરમુખત્યારશાહી તરફ જઈ રહી છે. સી આર પાટીલ ની ઓફિસમાં બહારથી આવતા ખુદ પોલીસના માણસો તેમજ અધિકારી કક્ષાના લોકો પણ માસ્ક માં આવતા જોવા મળે છે.પણ પાટીલ અને તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ માસ્કના નિયમનો ઉલાળીયો કરતા દ્રશ્યો જોવા મળે છે.
PM, CM, અને Dy. CM પહેલા પાટીલ પાસે નિયમનું પાલન કરાવો
જો પક્ષના પ્રદેશ પ્રમુખ માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસના નામે ઉલાળિયો કરતા હોય તો પછી પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પહેલા ગુજરાતના પ્રદેશ પ્રમુખને આ નિયમનું પાલન કરતા શીખવવું જોઈએ. ત્યારબાદ લોકો પાસેથી દંડ વસૂલવા માં આવે તે યોગ્ય છે. જો કે જે નેતાઓ બીજાને સલાહ આપીને પોતે નિયમોનું પાલન ન કરતા હોય એવા નેતાઓ જનતા નું ભલું કરશે એવી આશા રાખવી ખરેખર ઠગારી છે.
ફોટો સેશન ભાઉ ની મજબૂરી કે પ્રસિદ્ધિ માટેની ભૂખ ?
પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે લોકો વચ્ચે જઈને પોતે સરકાર કરતાં પણ વિશેષ હોય એવો પ્રભાવ પાડવા એવું કહેતા નજરે પડ્યા હતા કે સરકાર તમારી વાત ના સાંભળે તો અમને કહેજો.પણ આ જ પાટીલ પાસે જ્યારે ભાજપને મત આપનાર મતદાર કોઈ સમસ્યા લઈને રજૂઆત માટે જાય તો તેને કલાકો સુધી રાહ જોવી પડે છે. કારણ કે 'ભાઉ' ને કથની અને કરણી નું જાણે કોઈ મૂલ્ય નથી. રજૂઆત સાંભળવા માટે વ્યસ્ત રહેતા પાટીલને તેમના નેતાઓ અને કાર્યકરો સાથે ફોટો સેશનમાં વધારે વ્યસ્ત રહેવું પડે છે.જો કે આ 'ભાઉ' ની મજબૂરી હોય કે પછી પ્રસિધ્ધીની ભૂખ એ તો 'ભાઉ' જાણે !
ગાજયા મેઘ વરસ્યા નહિ !
જ્યારે પાટીલ પ્રમુખ બન્યા ત્યારે કાર્યકરોમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો પણ હવે ક્યાંક ને ક્યાંક આ ઉત્સાહ ઓગળી રહ્યો હોય એવું લાગે છે.કારણ કે 'ગાજયા મેઘ વરસ્યા નથી.' જો કે સંગઠન અને સરકાર વચ્ચે પણ ક્યાંક તિરાડ હોય એવું પણ ચર્ચાઈ રહ્યું છે.સમય અગાઉ પાટીલે મંત્રીઓને કમલમ માં લોકોની સમસ્યાઓ સાંભળવા માટે બેસવાનું કહ્યું હતું પણ થોડો સમય બાદ મંત્રીઓએ પણ પાટીલના આદેશનો ઉલાળીયો કરી નાખ્યો હતો.જે પાટીલ મંત્રીઓને સલાહ આપે છે એ પાટીલને જ હવે કદાચ કાર્યકરોની વિટંબણાઓ સાંભળવામાં રસ રહ્યો નથી.
પાટીલના સામે AAP મોટો પડકાર ? ગઢમાં જ ગાબડું !
જો કે પાટીલની નેતાગીરી સફળ કરતાં વધારે નિષફળ રહી છે એટલે જ તેમના ગઢમાં ગાબડું પાડવામાં આમ આદમી પાર્ટી સફળ રહી છે. હાલની રાજકીય પરિસ્થિતિ જોતા ભાજપ સત્તા ટકાવી રાખવા રઘવાયું બન્યું છે.કારણ કે સુરત મ્યુનિસિપલમાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો ભાજપના 93 નગરસેવકોને હંફાવી રહ્યા છે.ગુજરાતમાં દિન પ્રતિદિન આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે.કમળની કમાલ નિષફળ રહેતાં દિગગજ અને વિચારશીલ તેમજ જાગૃત લોકો હવે આમ આદમી પાર્ટીનું ઝાડુ હાથમાં પકડવાનું પસંદ કરી રાજકીય ગંદકી સાફ કરવા મક્કમ બની રહ્યા છે ત્યારે આવનાર 2022 ની ચૂંટણીઓમાં પાટીલના નેતૃત્વમાં ભાજપને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે તો નવાઈ નહી !