ઊંઝા : બોગસ બીલિંગથી ટેક્ષ ચોરી કરનારાઓના નામ GST વેબ પોર્ટલ પર ક્યારે મૂકાશે ?
GST વેબ પોર્ટલ પર ટેક્સ ચોરી કરનારાઓના રજીસ્ટ્રેશન નંબર સામે રેડ ફ્લેગ લગાવવામાં આવે છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : છેલ્લા ચાર દિવસથી ઊંઝામાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોની ત્યાં જીએસટી વિભાગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં અનેક મોટા માથાઓ સંડોવાયેલા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા જીએસટી ની ચોરી કરનારા વેપારીઓ અને પેઢીઓના નામ અંગેની માહિતી જાહેર નહીં કરાતાં અને તર્ક વિતર્કો શરૂ થયા છે. જોકે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે અધિકારીઓ દરોડા બાદ સિલેક્ટેડ કંપનીઓના નામ જ જાહેર કરવાનું જ વલણ ધરાવતા હોય છે.