સુરતને વાવાઝોડા માંથી હેમખેમ ઉગારનાર સાચા હીરો કોણ ? કોની કામગીરી રહી પ્રસંશનીય ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : તૌકતે વાવાઝોડા ને લીધે સમગ્ર ગુજરાતમાં તારાજી સર્જાઈ છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વાવાઝોડા થી વધારે પ્રભાવિત થયું હતું.જોકે સુરતમાં પણ વાવાઝોડાને પરિણામે ભારે વરસાદ થયો હતો એટલું જ નહીં ૮૦થી ૯૦ ની ઝડપે પવન ફૂંકાયો હતો છતાં પણ સુરતમાં કોઈ ભારે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી જેનું મુખ્ય કારણ છે વહીવટીતંત્રની સતર્કતા.
જોકે વાવાઝોડું આવવાના સમાચાર મળ્યા ત્યારથી જ સુરતનું વહીવટી તંત્ર સતર્ક બની ગયું હતું સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની ની કાર્યક્ષમતા તેમજ મેયર હેમાલી બોઘાવાલા, SMC ના કર્મચારીઓ તેમજ નગર સેવકો સતત સતર્ક રહ્યા હતા.એટલું જ નહીં દરિયાકાંઠા ના વિસ્તારોનું કમિશ્નર અને મેયર સાથે ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પણ સતત મોનીટરીંગ કરી અસરગ્રસ્તો ને સલામત સ્થળે ખસેડયા હતા.
તો વળી શહેરમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્ય કચેરી તેમજ વિવિધ ઝોન ઓફિસમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં જે વિસ્તારમાંથી કોઈપણ પ્રકારની ફરિયાદ આવે તે વિસ્તારમાં બચાવ ટીમ તરત જ પહોંચી જતી હતી.સુરત મ્યુનિસિપલ કમીશ્નર ના જણાવ્યા મુજબ, શહેર માંથી 294 જેટલા હોર્ડીગ્સ દૂર કરવામાં આવ્યા હતા જેથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને. વાવાઝોડા દરમિયાન શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટના બની હતી પરંતુ જાણ થતાની સાથે તરત જ પાલિકા ટીમ સ્થળ પર હાજર થઈને નીચે પડેલા ઝાડને સલામત સ્થળે ખસેડતી હતી. તો વળી શહેરમાં ક્યાંય પણ પાણી ન ભરાય તે માટે પણ સતત બચાવ ટીમ કાર્યરત રહી હતી. જોકે વાવાઝોડા દરમિયાન શહેરમાં ક્યાંય પણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો.જેનો સંપુર્ણ યશ મહાનગરપાલિકાના કમીશ્નર, મેયર, કર્મચારીઓ તેમજ નગર સેવકો સહિત વહીવટી તંત્રને ફાળે જાય છે.