ઊંઝા : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે સ્વ. ડો.આશાબેન પટેલ નું સ્વપ્ન થશે પૂર્ણ

ઊંઝા : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે સ્વ. ડો.આશાબેન પટેલ નું સ્વપ્ન થશે પૂર્ણ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આજે સ્વ ડો આશાબેન પટેલઅને ઊંઝા ના પૂર્વ ધારાસભ્ય ભલે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમના પ્રયત્નો ઊંઝા વિધાનસભા ક્ષેત્ર નો વિકાસ તેમને જ આભારી જ છે.આશાબેન હમેશા કહેતા કે એક સાયન્સ કોલેજ, ગામને જોડતા પાકા રસ્તા અને હરિયાળી ક્રાંતિ સમાન આ માતપુર બ્રાહ્મણવાડા સિંચાઇ યોજના તેમનું સ્વપ્ન છે. તેમના બે કાર્ય તો પૂર્ણ થઈ ગયા અને આજે લોકાર્પણ બાદ તેમનું એક અધૂરું સ્વપન પણ પૂર્ણ થઈ જશે.

આજ રોજ ગુજરાતનાં મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ ના વરદહસ્તે નર્મદા મુખ્ય નહેર આધારીત માતપુર થી લોકાર્પણ બ્રાહ્મણવાડા ખાતે કરવામાં આવશે. આ યોજના થી ઊંઝા તાલુકા ના બ્રાહ્મણવાડાથી આજુ બાજુ ના વરવાડા,મકતુપુર ટુંડાવ ,સુણક ,શિહી, ઉનાવા,ગામોને પૂરક સિંચાઇ માટે પાણી આપી શકશે.

આ યોજના થકી આજુ બાજુ ના પાટણ તેમજ વિસનગર તાલુકા ના ગામો ને પણ લાભ મળશે. આ યોજના થકી કુલ ૩૭૦૫ એકર વિસ્તાર ને સિંચાઇ નો લાભ મળશે. આ યોજનાનો જો શ્રેય આપવો હોય તો એક માત્ર સ્વ. ડો આશા બેન પટેલ તેમના પ્રયત્નો થકી આજે ઊંઝા તેમજ આજુબાજુ ના તાલુકાઓ પાટણ અને વિસનગર ના ગામોને પણ મળ્યો છે .

૨૦૧૭ માં કાંગ્રેસ માંથી જંગી બહુમતી થી વિજયી બન્યા પણ પોતાના વિસ્તાર ના કામ ના થવાને કારણે કોંગ્રેસ માંથી રાજીનામું આપી બેન ભાજપ માં જોડાયા. એ વખતે ભલે એમનાઓ વિરોધ થયો પણ તેમાં પણ જંગી મતો થી તેમની જીત થઈ. તેમના માટે ફક્ત એક જ સ્વપન હતું મારા વિસ્તાર નો વિકાસ અને આજે આજ એક પછી એક પછી એક કાર્ય પૂર્ણ થતાં જોઈને લાગી રહ્યું છે કે બેન પોતાના વિસ્તાર માટે કેટલું યોગદાન આપ્યું છે. જ્યારે રાજકારણ માં પક્ષપાત અને પોતાના ને લાભ વધુ આપતા હતા ત્યારે ત્યારે સમગ્ર વિસ્તાર ના લોકોનો વિકાસ ને કોઈ એ પ્રાધાન્ય આપ્યું હોય તો એ તેમને આભારી છે. તેમાં પ્રયત્નો થકી વિધ્યાર્થી ઓ ને દૂર સુધી અભ્યાસ માટે ના જવું પડે તે માટે પોતાના વિસ્તાર માં સાયન્સ કોલેજ પણ લાવ્યા .૨૦૧૭ પછી તો એક થી બીજા ગામડાને જોડતો એક પણ રસ્તો બાકી રહ્યો નથી.કોરોના જેવી મહામારી માં પણ પોતે પોતાના વિસ્તાર માં સતત પ્રયત્નશીલ રહેતા. આજની આ હરિયાળી ક્રાંતિ દિવસ આશા બેનની હંમેશા યાદ અપાવતો રહશે.