ખળ ભળાટ / જય નારાયણ વ્યાસે ભાજપને આપ્યો મોટો આંચકો, ગેહલોતે એક કાંકરે બે પક્ષી માર્યા
જય નારાયણ વ્યાસ છે ભાજપના દિગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી
કોંગ્રેસના રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથેની તેમની સૂચક મુલાકાતથી રાજકારણમાં ખળ ભળાટ
શું જય નારાયણ વ્યાસ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે ?
થોડાક દિવસ પૂર્વે સિદ્ધપુરમાં એક મંચ પર દેખાયા હતા સી આર પાટીલ, બળવંતસિંહ રાજપૂત અને જય નારાયણ વ્યાસ
શુ ટીકીટ માટે ભાજપ દબાણ ઉભું કરવાનો છે તખ્તો ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા હોવાના સમાચારોએ ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે. ચૂંટણી પહેલાં અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની આ મુલાકાત ભાજપ માટે ક્યાંક ને ક્યાંક ખત્રાના મોટા સંકેત સમાન માનવામાં આવી રહ્યું છે
પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આજે અમદાવાદ સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસે મુલાકાત કરી છે. જય નારાયણ વ્યાસ સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જોકે જયનારાયણ વ્યાસ અગાઉ પણ સિદ્ધપુર બેઠક પરથી ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી ચૂક્યા છે અને એક કેબિનેટ મંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો છે.
જોકે ગણતરીના થોડાક દિવસ પહેલા જ સિધ્ધપુર નજીક એક ઠાકોર સમાજના કાર્યક્રમમાં સીઆર પાટીલ સાથે બળવંતસિંહ રાજપુત અને જય નારાયણ વ્યાસ એક મંચ પર દેખાયા હતા. ત્યારે આજે એકાએક જયનારાયણ વ્યાસે કોંગ્રેસના રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે જે મુલાકાત કરી છે તેને લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. શું જયનારાયણ વ્યાસ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસ નો પંજો પકડશે કે કેમ ? એ તો આવનાર સમયે જ બતાવી શકે છે !