'વૉર 2'માં જુનિયર એનટીઆર સાથે કામ કરવા આતુર છે હૃતિક

'વૉર 2'માં જુનિયર એનટીઆર સાથે કામ કરવા આતુર છે હૃતિક

Mnf network:  ફાઇટર’માં દમદાર પર્ફોર્મન્સ આપનાર હૃતિક રોશન હવે ફરીથી ઍક્શન અવતારમાં દેખાવાનો છે. ‘વૉર 2’માં તેની સાથે જુનિયર એનટીઆર પણ જોવા મળશે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે કામ કરવા તે આતુર છે. ‘RRR’માં જુનિયર એનટીઆરે ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. ‘વૉર 2’ને આયાન મુખરજી ડિરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ ફિલ્મને લઈને હૃતિક રોશને કહ્યું કે ‘ફિલ્મ ‘વૉર 2’માં સૉલિડ ઍક્શન જોવા મળશે અને એની સ્ક્રિપ્ટ દમદાર છે.