આ રીતે વાળમાં બનાના માસ્ક લગાવો, હેર ફોલ બંધ થઇ જશે..સિલ્કી થશે

આ રીતે વાળમાં બનાના માસ્ક લગાવો, હેર ફોલ બંધ થઇ જશે..સિલ્કી થશે

Mnf network: કેળા મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન, વિટામીન બી 6, વિટામીન સી અને ફાઇબર જેવા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ દરેક પોષક તત્વો શક્તિશાળી હોય છે. આ સિવાય કેળામાં સિલિકા હોય છે જે કોલેજનના પ્રોડક્શનમાં મદદ કરે છે. એવામાં કેળાનું માસ્ક તમારા વાળ માટે એક બેસ્ટ વિકલ્પ છે. કેળાના માસ્કથી વાળ મસ્ત મુલાયમ અને રેશમી થાય છે. આ સાથે કેળામાં રહેલુ કોલેજન પ્રોટીન વાળને મજબૂત અને લાંબા બનાવે છે.

આ રીતે કેળામાંથી હેર માસ્ક બનાવો

કેળાનું આ હેર માસ્ક તમારા વાળને હેલ્ધી બનાવે છે અને સાથે હાઇડ્રેટ કરે છે. કેળામાંથી હેર માસ્ક બનાવવા માટે પહેલાં એક કેળુ લો અને મેશ કરી લો. પછી આમાં એક ચમચી મધ અને 2 વિટામીન ઇ ઓઇલ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ફરીથી બ્લેન્ડ કરી લો. ત્યારબાદ આ પેસ્ટને વાળમાં લગાવો. આ પેસ્ટને સ્કેલ્પ પર સારી લગાવો. અડધો કલાક પછી હેર વોશ કરી લો. આનાથી વાળમાં ડિપ કન્ડિશનિંગ થાય છે અને સાથે શાઇની બને છે. વાળ માટે કેળાનો હેર માસ્ક સૌથી બેસ્ટ છે.