વાઈબ્રન્ટ સમિટ 2024ની તૈયારી, મહેમાનોને લાવવા-લઈ જવા મોંઘીદાટ કારોનું બુકિંગ

વાઈબ્રન્ટ સમિટ 2024ની તૈયારી, મહેમાનોને લાવવા-લઈ જવા મોંઘીદાટ કારોનું બુકિંગ

Mnf network: વાઈબ્રન્ટ સમીટ 2024ની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. દેશ વિદેશથી ડેલિગેશન આવવાના છે. દેશ વિદેશથી આવનારા મહેમાનો માટે જમવા, રહેવા અને એરપોર્ટથી હોટલ અને ગાંધીનગર સુધી લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટમાં આવનારા વીઆઈપી મહેમાનો માટે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે મોંઘીદાટ ગાડીઓ બુક કરવામાં આવી છે.

દેશ વિદેશથી મહેમાનો વાઈબ્રન્ટ સમિટમાં આવવાના છે. મહેમાનો એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવશે. જો કે અલગ અલગ દેશમાંથી આવનારા પ્રતિનિધિઓને કોમ્યુનિકેશન માટે દુભાષિયા રાખવામાં આવ્યા છે. જેમાં રશિયન, ચાઈનીસ, અંગ્રેજી, ફ્રેન્ચ ભાષાના જાણકારો રાખવામાં આવશે. આ સાથે કારના ડ્રાઈવરો પણ અંગ્રેજી બોલી અને સમજી શકે તેવા લોકોને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એરપોર્ટથી લઈ ગાંધીનગર સુધી તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.