સુરતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ : નેતાઓ મહેલોમાં બેસી તમાશો જુએ છે : આરોગ્ય સામે ખતરો

સુરતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ : નેતાઓ મહેલોમાં બેસી તમાશો જુએ છે : આરોગ્ય સામે ખતરો

સુરતમાં છેલ્લા ત્રણ દિવસ થી અનરાધાર વરસાદ

ખાડી પૂર નું સંકટ

ઠેર ઠેર પાણી ભરાતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા

નં 1 પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીના ધજીયા ઉડ્યા

લોકોના આરોગ્ય સામે તોળાતો ખતરો

ધારાસભ્યો અને પદાધિકારીઓ મહેલોમાં બેસી જોઈ રહ્યા છે તમાશો

પાલિકા અને પોલીસ લોકો ની વ્હારે 

નેતાઓ સામે લોકોમાં ભારે આક્રોશ

છેલ્લા ત્રણ દિવસથી લોકો પાણીમાં પસાર કરી રહ્યા છે રાતોની રાતો

સુરત શહેર અને જિલ્લા ની તમામ શાળાઓ માં રજા આપી દેવાઈ છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) : સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ ગરકાવ થયા છે. તો બીજી બાજુ ખાડી પૂરનું સંકટ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થતાં લોકોને 2006 ના પૂરની યાદ તાજી થઈ હોય તેવું લાગી રહ્યું છે.

 

સુરત ના અનેક વિસ્તારો છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે. ત્યારે આ લોકોનું પાલિકા અને પોલીસ દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યું છે તો બીજી બાજુ જો શહેરમાં વધારે વરસાદને લીધે સ્થિતિ બગડે તો તે માટે પાલિકા દ્વારા ફૂડ પેકેટ સહિતના આગોતરા આયોજનો પણ કરાયા છે. પાણીમાં ફસાતા લોકોને મદદ કરવા માટે સુરત પોલીસ પણ સતત તૈયારી દર્શાવી રહી છે.

સૌથી દુઃખદ બાબત એ છે કે સુરત હાલમાં પૂરની સ્થિતિમાં ઘેરાઈ રહ્યું છે ત્યારે સુરતના ધારાસભ્યો પોતાના એસી મહેલોમાં બેસીને તમાશો જોઈ રહ્યા છે. સુરતના વેસુ ભરથાણા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ સુમન ભાર્ગવ થી લઈને ભગવાન મહાવીર કોલેજ સુધી નો વિસ્તાર છેલ્લા ત્રણ દિવસથી સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જતા 5000 કરતાં વધારે લોકો ના આરોગ્ય સામે મોટો ખતરો તોળાઈ રહ્યો છે. બીજી બાજુ હાલમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં જૈનોનું મહાશ્રમણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે ત્યાં જ પાણી ભરાતા શ્રદ્ધાળુઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.