PM મોદીના આ શબ્દની સોશ્યલ મીડિયામાં ઉડી રહી છે જબરદસ્ત મજાક, જાણીને તમને પણ કોમેન્ટ કરવાનું મન થશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : દેશના અનેક રાજ્યો જ્યારે કાળમુખા કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વગેરે બંગાળમાં મમતા દીદી ને હરાવવા માટે મેદાને પડયા હતા. જોકે ચૂંટણી ટાણે મોટી મોટી જાહેર સભાઓ સંબોધનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે મીડિયામાં આવીને લોકોને સોશિયલ distance ના પ્રવચનો આપતા હતા અને આત્મનિર્ભર ભારત ની વાતો કરતા હતા ત્યારે મોદીની આ સુફિયાણી વાતો કોરોનાના કપરા કાળ સામે બિન અસરકારક નીવડી છે.
કારણકે કોરોના ના બીજા વેવમાં દેશના અનેક રાજ્યોમાં આરોગ્યલક્ષી સગવડોનો અભાવ સ્પષ્ટ પણે દેખાય આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના hometown ગુજરાતમાં મોતનું તાંડવ ખેલાઈ રહ્યું હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. ગુજરાતમાં હોસ્પિટલોમાં બેડ નથી મળતા, ઓક્સિજનનો અભાવ છે, જીવન રક્ષક ગણાતા ઇન્જેક્શનો માટે લોકો લાઈનમાં ઉભા છે. આ બધું ઓછું હોય તેમ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે પણ લાંબી લાંબી લાઈનો લાગતી જોવા મળી રહી છે. જે દ્રશ્યોએ એક સમયના મોદીના ગુજરાત મોડેલને ખૂલ્લું પાડી દીધું છે.
આવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાના ભાષણમાં ઉચ્ચારાયેલા આત્મનિર્ભર ભારત શબ્દને લઈને સોશિયલ મીડિયામાં જબરજસ્ત મજાક ઉડી રહી છે. લોકો આત્મનિર્ભર ભારત નો અર્થ આ રીતે સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ લખે છે કે હવે સમજાયું આત્મનિર્ભર ભારત નો અર્થ.
આત્મનિર્ભર ભારત એટલે......
એમ્બ્યુલન્સ જાતે શોધો,
હોસ્પિટલમાં બેડ જાતે શોધો, ઇન્જેક્શન પણ જાતે શોધો, ઓક્સિજન પણ જાતે શોધો, દવા જાતે શોધો, વેન્ટિલેટર જાતે શોધો, અને આ બધું ઓછું હોય એમ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે જગ્યા પણ જાતે જ શોધો.
શું આજ છે આત્મનિર્ભર ભારત ? જોકે વિદેશી મીડિયામાં પણ ભારતની આ કપરી પરિસ્થિતિને લઈને ઘણું બધું લખાયું છે.જેમાં વિદેશી મીડિયા માં મોદી સરકારની આકરી ટીકા થઈ છે. ત્યારે હવે દેશમાં પણ સરકાર સામે ક્યાંકને ક્યાંક છૂપો રોષ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પ્રગટ કરી રહ્યા છે.