કોંગ્રેસે રાજેન્દ્રસિંહ ને સસ્પેન્ડ કેમ ના કર્યા ? વડનગર શહેર કોંગ્રેસ પ્રમુખને રિપીટ ન કરવા પાછળ જવાબદાર કોણ ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : મહેસાણા કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઇને મોટો ભડકો થયો છે જેમાં કોંગ્રેસના કિર્તીસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા મહેસાણા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે કારણકે મહેસાણા કોંગ્રેસના કેટલાક નેતાઓ પર ટિકિટ વહેંચણીની નો આરોપ લાગ્યો હતો જેને લઇને અમિત ચાવડાએ કડક હાથે કામ લઇ કિર્તીસિંહ ઝાલા ને સસ્પેન્ડ કર્યા હતા એટલું જ નહીં પરંતુ મેન્ડેટ વખતે પણ બિહામણા દ્રશ્યો સર્જાયા હતા મામલતદાર કચેરીમાં જ લાફાવાળી થઈ હતી આ બધી જ ઘટનાઓ કોંગ્રેસમાં સંગઠનમાં બધું જ સમજાતું નહીં હોવાનું સૂચવે છે
ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલી આ લાગવગશાહી અને ભાજપ સાથેની સોદાબાજી ને લઈને વડનગર શહેર પ્રમુખ ગિરીશભાઈ પટેલ ઘણા સમય પૂર્વે કોંગ્રેસના નેતાઓને જાણ કરી હતી જેને લઇને કેટલાક મળતિયાઓ ના પેટમાં તેલ રેડાયું હતું જેના પરિણામે તાજેતરમાં થયેલી શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી માંથી ગિરીશ પટેલ ની બાકાત રાખવામાં આવ્યા ત્યારે કોંગ્રેસમાં એવી ચર્ચાઓ જાગી કે ખરેખર સત્ય બોલનાર માટે સહન કરવા સિવાય બીજું કાંઈ જ હાથમાં આવતું નથી કોંગ્રેસના વડનગરના સ્થાનિક કાર્યકરોમાં પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર ને પણ હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે.ઉપરાંત રાજેન્દ્રસિંહ દરબારનો વહીવટદાર ગણાતા જસુ પ્રજાપતિ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થયો છે કે રાજેન્દ્રસિંહ દરબાર ને હોદ્દા પરથી હટાવીને જ કોંગ્રેસે શા માટે સંતોષ માની લીધો? રાજેન્દ્રસિંહ દરબાર ને સસ્પેન્ડ શા માટે ન કર્યા ?તેને લઈને પણ અનેક તર્ક-વિતર્ક જાગ્યા છે. જોકે મહેસાણા કોંગ્રેસના સંગઠનમાં છૂપો રોષ છે જે સપાટી પર આવી રહ્યો છે ત્યારે આવનાર સમયમાં હજુ પણ કંઈક નવાજૂની થાય એવા એંધાણ વર્તાઇ રહ્યા છે.