કોંગ્રેસના દિગજ્જ નેતાનું ફેસબુક પેજ થયું હેક, અશ્લીલ તસ્વીરના સ્ક્રીનશોટ થયા વાયરલ

કોંગ્રેસના દિગજ્જ નેતાનું ફેસબુક પેજ થયું હેક, અશ્લીલ તસ્વીરના સ્ક્રીનશોટ થયા વાયરલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હાલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. તો બીજી બાજુ સોશિયલ મીડિયા થકી થતા સાયબર ક્રાઇમની સંખ્યામાં પણ દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં આજકાલ ગમે તેવી પ્રખ્યાત નામાંકિત વ્યક્તિઓ, રાજકારણીઓ અને સેલિબ્રિટીઓના સોશિયલ મિડીયા પેજ હેક થવાના કિસ્સા પણ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસના એક દિગ્ગજ નેતા નું ફેસબુક પેજ હેક થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર નું facebook page હેક થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ત્યારે આ અંગે જયરાજસિંહ ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમનું ફેસબુક પેજ હેક થયું છે જેની જાણ તેમણે તેમના ફેસબુક એકાઉન્ટ દ્વારા કરી છે. તેમને ફેસબુક એકાઉન્ટમાં જણાવ્યું છે કે તેમનું પેજ હેક થયું છે જેથી તેને ઈગ્નોર કરવું. અત્રે ઉલ્લેખનીય છે કે જયરાજસિંહ પરમાર ના ફેસબુક પેજ ઉપર હેકર્સ દ્વારા એક સ્ટોરી મૂકવામાં આવી છે જેમાં એક અશ્લીલ તસવીર પોસ્ટ થઈ છે. જેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. જોકે જયરાજસિંહ પરમાર નું ફેસબૂક પેજ હેક કરી  હેકર્સ દ્વારા તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવી તસવીર પોસ્ટ કરી હોવાનું સામે આવ્યું છે. જયરાજસિંહ પરમાર એ મોર્નિંગ ન્યુઝ ફોકસ ને જણાવ્યું હતું કે આ બાબતે તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરશે.