Exclusive: ભાજપને હંફાવતો અપક્ષ ! ઊંઝા પાલિકાની આ બેઠક પર CM, Dy. CM અને પ્રદેશ પ્રમુખ ના પણ ગજ વાગે એમ નથી ?

Exclusive: ભાજપને હંફાવતો અપક્ષ ! ઊંઝા પાલિકાની આ બેઠક પર CM, Dy. CM અને પ્રદેશ પ્રમુખ ના પણ ગજ વાગે એમ નથી ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચૂના ) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો ઉપર ભાજપ બિનહરીફ થઈ રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં પણ નગરપાલિકામાં ભાજપની 22 જેટલી બેઠકો તેમજ તાલુકા પંચાયતમાં પાંચ અને જિલ્લા પંચાયતમાં એક બેઠક બિનહરિફ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ ઊંઝા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલ ઉમેદવાર એ એવી લોકપ્રિયતા ધરાવે છે કે જેની સામે ખુદ મુખ્યમંત્રી , ડેપ્યુટી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ જો ચૂંટણીના મેદાનમાં આવે તો જીતવું ભારે પડી જાય. જોકે આ અપક્ષ ઉમેદવારની જીત અત્યારથી જ જાણે નક્કી હોય તેવું ખુદ ઊંઝા ભાજપ પણ અંદરો અંદર વિચારતું હશે.

( અપક્ષ ઉમેદવાર ભાવેશ પટેલ ની ફાઇલ તસવીર )

ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલ ભાવેશ પટેલ એ ઊંઝા ના સૌથી યુવા સક્રિય નેતા છે. અગાઉ ઊંઝા નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માંથી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા પણ સત્તા ના નશામાં ચૂર બનેલી ભાજપે પોતાની સત્તાનો જોરે તેમને હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા પરંતુ અંતે કાયદાકીય લડતમાં ભાવેશ પટેલ નો ભવ્ય વિજય થયો હતો અને સત્તાના દુરુપયોગ કરનાર ભાજપે નીચું જોવા જેવી થઈ હતી. જોકે આ વર્ષે પણ ભાવેશ પટેલ વોર્ડ નંબર 2 માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર ને જીતાડવા માટે ઊંઝા ભાજપ તો ઠીક પરંતુ સમગ્ર ગુજરાતના ભાજપના નેતાઓ પણ જો મેદાનમાં ઉતરે તો પણ ભાજપે આ સીટ પર જીત મેળવવી એ આસમાનના તારા પૃથ્વી પર ઉતારવા સમાન છે. !