ઊંઝા : નગર પાલિકા ચૂંટણી : વોર્ડ નં 7 માં અપક્ષ ઉમેદવારની લોકપ્રિયતા સામે ભાજપને નબળો પ્રતિસાદ !
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચૂના ) : ઊંઝા નગરપાલિકામાં 22 બેઠકો પર બિનહરીફ ઉમેદવાર જીતાડનાર ભાજપ કેટલીક બેઠકો ઉપર જીતવા માટે ફાફા મારી રહ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કારણ કે ભાજપના કહેવાતા નેતાઓએ કર્મનિષ્ઠ કાર્યકરો ની ટિકિટો કાપીને એક સમયે કોંગ્રેસનો પ્રચાર કરનારા નેતાઓને ટિકિટ આપતા શહેર ભાજપના નેતાઓ સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે.
ઊંઝા ને ભાજપનો ગઢ માનવામાં આવે છે , જોકે અહીં વર્ષોથી ભાજપ વિજય મેળવતું રહ્યું છે પરંતુ આ વખતે નગરપાલિકામાં ભાજપ એ પ્રથમવાર 22 બેઠકો બિનહરીફ જીતી છે . 22 બેઠકો બિનહરીફ જીતનાર ભાજપને હજુ કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવાર સામે જીતવામાં ભારે ફાફા પડી શકે તેવી સ્થિતિ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 7 માં ભાજપમાંથી બે ટર્મ ચૂંટણી જીતેલા પટેલ મહેશકુમાર અંબાલાલ ઉર્ફે મામુ હાલમાં વોર્ડ નંબર સાતમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે પરંતુ આ વખતે શહેર પ્રમુખ અને બીજા કહેવાતા નેતાઓના ચંચુપાત થી તેમની ટિકિટ ભાજપ એ કાપી નાખી હોવાની. ચર્ચાઓ છે. એટલું જ નહી એક સમયે કોંગ્રેસ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલ ને ભાજપ ની ટિકિટ ફાળવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે ટિકિટોની ફાળવણીમાં ક્યાંક ને ક્યાંક ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓને અન્યાય થયો હોવાનો સુર પણ હવે કાર્યકરોમાં છે. જોકે વોર્ડ નંબર સાતમાં ચૂંટણી જીતવી એ ભાજપ માટે આસમાન ના તારા પૃથ્વી પર લાવવા પડે તેવી સ્થિતિ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.