ઊંઝા નગર પાલિકા ચૂંટણી : વોર્ડ નં 5 માં ભાજપના આ ઉમેદવારને પ્રચંડ જન સમર્થન : જીત નિશ્ચિત !

ઊંઝા નગર પાલિકા ચૂંટણી : વોર્ડ નં 5 માં ભાજપના આ ઉમેદવારને પ્રચંડ જન સમર્થન : જીત નિશ્ચિત !

મોર્નિંગ ન્યુઝ ફોક્સ , ઊંઝા : ઊંઝા નગરપાલિકાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ત્યારે નગરપાલિકામાં ભાજપના 22 જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જે વોર્ડમાં ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ખાસ કરીને વોર્ડ નંબર પાંચમાં ભાજપના ઉમેદવારને જબરજસ્ત સ્થાનિક લોકોનું જન સમર્થન મળી રહ્યું છે ત્યારે અત્યારથી જ આ ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ નંબર પાંચમાં અલ્કેશ ભાઈ મોહનભાઈ પટેલ ભાજપના સિમ્બોલ ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. જોકે અગાઉ પણ તેઓ નગરપાલિકામાં નગરસેવક રહી ચૂક્યા છે. એટલું જ નહીં નગરપાલિકાના તમામ સેવકોમાં તેમને સૌથી સક્રિય નગર સેવક માનવામાં આવે છે. વળી પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં પણ તેઓ સદૈવ અગ્રેસર રહ્યા છે.

નગરની તમામ સમસ્યાઓમાં પ્રજાનો અવાજ ઉઠાવવા માટે સદૈવ તત્પર રહેનાર અલ્પેશ પટેલ ને વોર્ડ નંબર પાંચના પ્રજાજનો ખૂબ જ સમર્થન આપી રહ્યા છે અને જે રીતે તેમનો પ્રચાર ચાલી રહ્યો છે તેમજ લોકોમાંથી જન સમર્થન મળી રહ્યું છે તે જોતા એવું લાગે છે કે તેમની જીત નિશ્ચિત છે. કદાચ ચૂંટણી તો એકમાત્ર ફોર્માલિટી બની રહે એ પ્રમાણે અલ્કેશ પટેલની જીત નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.