ઊંઝા : રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરનાર પાલિકા પ્રમુખને આ કચરા ના ઢગલા ક્યારે દેખાશે ? ચર્ચાતો સવાલ

ઊંઝા : રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરનાર પાલિકા પ્રમુખને આ કચરા ના ઢગલા ક્યારે દેખાશે ? ચર્ચાતો સવાલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના & દિખા સો લિખા ) : ઊંઝા નગર પાલિકાના મહિલા પ્રમુખ દ્વારા તાજેતરમાં રાત્રે સફાઈ અભિયાનમાં નિરીક્ષણ કર્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જે ખરેખર એક સારી બાબત છે. પ્રમુખ દ્વારા સફાઈ અભિયાન પર ધ્યાન આપવામાં આવે એ શહેરના વિકાસ માટે અને શહેરની સ્વચ્છતા માટે પ્રશંસનીય બાબત ગણાય પરંતુ બીજી બાજુ જ્યાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે ત્યાં સવાલ એ ઉભો થાય છે કે શું રાત્રી સફાઈ નું નિરીક્ષણ માત્ર આ ફોટો સેશન સુધી જ સીમિત રહેશે કે પછી ખરા અર્થમાં શહેરમાં જ્યાં કચરો અને ગંદકી ફેલાઈ છે તેને દૂર કરવામાં આવશે ?

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા નગરપાલિકાની પાછળના ભાગમાં આવેલા વિસ્તારમાં ફલકુ નાળાની બિલકુલ સામે ના ભાગમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ એની આસપાસ રહેણાક વિસ્તાર છે. કચરાના ઢગ થવાના પરિણામે દુર્ગંધ પ્રસરે એ સ્વાભાવિક છે એટલું જ નહીં પરંતુ મચ્છરોનો ઉપદ્રવ વધે તો આસપાસ રહેતા લોકોને પણ બીમારી થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.ત્યારે રાત્રિ સફાઈ નું નિરીક્ષણ કરનાર પાલિકા પ્રમુખ ખરા અર્થમાં જ્યાં ગંદકી ફેલાયેલી છે એ વિસ્તારોમાંથી સફાઈ કરાવીને પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છતા અભિયાનને સાકાર કરશે ખરા ? એ એક ચર્ચાનો વિષય બન્યો છે.