ગુજરાત ભાજપના વિજેતા બનેલ નેતાના વિજય સરઘસ પર થયો પથ્થરમારો, વીડિયો થયો વાયરલ

ગુજરાત ભાજપના વિજેતા બનેલ નેતાના વિજય સરઘસ પર થયો પથ્થરમારો, વીડિયો થયો વાયરલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 156 બેઠકો મેળવીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે ત્યારે ભાજપના વિજેતા થયેલા નેતાઓ દ્વારા કેટલાક ઠેકાણે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં ભાજપના એક વિજેતા થયેલા ધારાસભ્યના વિજય સરઘસ પર પથ્થર મારો થયો હોવાની ઘટના સામે આવી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસાના રસાણા પાસે દિયોદરના ભાજપના ઉમેદવારના કાફલા પર પથ્થરમારો મારો થયો હતો. દિયોદરના ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણ છે . ઉલ્લેખનીય છે , કે દિયોદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણની જીત થઈ છે . ત્યારે ડીસામાં ભાજપના ઉમેદવારના કાફલા પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે . કેશાજી ચૌહાણના વિજય સરઘસ પર પથ્થરમારો થયો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.