ઊંઝા નગપાલિકામાં ભાજપ સામે અપક્ષ નો સીધો જંગ : ભાજપના કામ નહિ, પણ કારનામા બોલે છે

ઊંઝા નગપાલિકામાં ભાજપ સામે અપક્ષ નો સીધો જંગ : ભાજપના કામ નહિ, પણ કારનામા બોલે છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકાની ખાલી પડેલી બેઠક વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી માં હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારે ભાજપની સામે અપક્ષ ઉમેદવાર તરીકે પટેલ દિનેશભાઈ પરસોતમદાસ (ડટ્ટા) એ જંપલાવ્યું છે. જોકે અગાઉ વોર્ડ નંબર 2 ના નગરસેવક તરીકે ભાવેશ પટેલ હતા. જેમણે નગરપાલિકામાં ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારો ને ઉજાગર કર્યા હતા જેને લઈને ભ્રષ્ટ ભાજપના શાસકોએ સામ-દામ દંડ ભેદ વાળી નીતિ અખત્યા કરીને છેવટે ભાવેશ પટેલની નગરસેવક તરીકે ના પદ પરથી દૂર કરાવ્યા હતા.

જોકે ભાવેશ પટેલ પણ અગાઉ અપક્ષ માંથી જ ચૂંટણી લડીને જીત્યા હતા. નગરપાલિકામાં ભાજપના અઢી વર્ષના શાસનમાં પૂર્વ નગર સેવક ભાવેશ પટેલ દ્વારા અનેક કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં ઊંઝા પંથકમાં ભાજપની છબી ખરડાઈ છે.કારણકે નગરપાલિકામાં થયેલા કૌભાંડોને લઈને હવે નગરજનોને પણ ભાજપ ના ઉમેદવારો પર નો વિશ્વાસ અકબંધ રહ્યો નથી એટલું જ નહીં ભાજપે જે ઉમેદવારને ટિકિટ આપી છે એ ઉમેદવારની પ્રતિભા પણ સ્વચ્છ અને પારદર્શક ન હોવાનું નગરજનોના મુખે ચર્ચાઈ રહ્યું છે.

બીજી બાજુ  નગરપાલિકામાં ભાજપના શાસકોના જે કૌભાંડો ઉજાગર થયા છે તેને લઈને હવે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે વોટ માગવા કેવી રીતે જશે એ પણ એક ચર્ચાનો વિષય છે .જોકે ઊંઝા નગરપાલિકામાં ભાજપના કામ નહીં પરંતુ કારનામા બોલે છે એમ કહેવામાં પણ કદાચ કોઈ અતિશયોક્તિ હોય એમ લાગતું નથી, કારણ કે અઢી વર્ષના શાસનમાં ઊંઝા નગરપાલિકા ના સત્તાધિશો અનેક વિવાદોમાં સપડાયેલા રહ્યા છે.

મળતી માહિતી મુજબ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના કેટલાક શાસકોના પાસપોર્ટ જપ્ત કરાયા હોવાની ઘટના કદાચ સમગ્ર ગુજરાતમાં પહેલીવાર બની હશે ત્યારે કામ નહીં પરંતુ કારનામા ઓને લઈને કલંકિત બનેલી ઊંઝા નગરપાલિકા માં હવે વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં ભાજપ કેટલી સફળ થશે એ તો આવનાર સમય બતાવશે.પરંતુ અપક્ષના ઉમેદવાર ગ્રાઉન્ડ લેવલના વ્યક્તિ હોઇ તેમને ચોમેરથી જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે આ વખતે પણ આ ચૂંટણી જંગ વધુ દિલ ચશ્પ બને તેવું માનવામાં આવી રહ્યું છે.