રેમ ડેસીવર ઇન્જેક્શન વિતરણ મુદ્દે સી.આર.પાટીલ અને ડ્રગ્સ કમિશનરની મુશ્કેલીઓ વધી, હાઇકોર્ટે કહ્યું.....
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં 5000 રેમ ડેસીવર ઇન્જેક્શન વિતરણ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપ કાર્યાલય માંથી વિતરણ શરૂ થયું હતું જેને લઇને ઇન્જેક્શન ક્યાંથી આવ્યા એવા અનેક સવાલો ખડા થયા હતા ત્યાર બાદ કોંગ્રેસના પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે સી આર પાટીલ પાસે આવ્યા ક્યાંથી ? જે મુદ્દે હાઇકોર્ટે સી આર પાટીલ અને ડ્રગ્સ કમિશનરને નોટિસ ફટકારી છે.
સી.આર.પાટીલ પાસે આટલા ઇન્જેક્શન ક્યાંથી આવ્યા એ મુદ્દે સરકાર ચૂપ થઈ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ શરૂઆતમાં મુખ્યમંત્રી રૂપાણી એ પણ મીડિયા સામે એવો જવાબ આપ્યો હતો કે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તે અંગે તમે સી.આર.પાટીલ ને જ પૂછો. પરંતુ ત્યારબાદ એક મીડિયા સામે રૂપાણીએ એવું કહ્યું હતું કે પાટીલે ઇન્જેક્શન લાવ્યા બાદ તેનો સંગ્રહ નથી કર્યો અને તેની કાળા બજારી પણ કરી નથી.મફત વિતરણ કર્યું છે. તેમનો હેતુ સેવાનો હતો આમ અંતે સરકાર બચાવમાં ઉતરી હતી. ત્યારે વિપક્ષના પરેશ ધાનાણી દ્વારા કરાયેલી અરજી મુદ્દે હાઇકોર્ટે દ્રગ્સ કમિશનર અને સી.આર.પાટિલ ને જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. 5 મે સુધીમાં પોતાનાં જવાબ રજુ કરવા માટે આદેશ કરાયો છે.