Mission2022 તરફ AAP ની આગેકૂચ : બે પૂર્વ કોર્પોરેટર સહિત 38 જેટલા આગેવાનો AAP માં જોડાયા

Mission2022 તરફ AAP ની આગેકૂચ : બે પૂર્વ કોર્પોરેટર સહિત 38 જેટલા આગેવાનો AAP માં જોડાયા

બે પૂર્વ કોર્પોરેટર સહિત 38 આગેવાનો આજે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાતમાં કામની રાજનીતિની શરૂઆત કરવી છે. ઇમાનદાર રાજનીતિની શરૂઆત કરવી છેઃ ગોપાલ ઈટાલીયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાતમાં ધીરે ધીરે આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી રહી છે. સુરતમાં મહાનગર પાલિકાની ચુંટણીમાં જીતેલા 27 આમ આદમી પાર્ટીના નગરસેવકોએ હવે ભાજપ ની ઊંઘ હરામ કરી નાંખી છે. જોકે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડવાની દહેશત છે. ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષના કાર્યકરો હવે ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે વડોદરામાં કોંગ્રેસ અને આરએસપીના બે પૂર્વ કોર્પોરેટર સહિત 38 આગેવાનો આજે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

 જોકે, સુરતમાં આપના 27 ઉમેદવારો જીત્યા હતા. આ સંજોગોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિતના વરિષ્ઠ હોદ્દેદારો આજે વડોદરા આવ્યા હતા અને તેમની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલ, આરએસપીના પૂર્વ કોર્પોરેટર વિરેન રામી તેમજ 38 સામાજિક આગેવાનો આપમાં જોડાયા હતા. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તવ લાવવા માટે અને નવી જાગૃતિ લાવવા માટે, ભાજપ અને કોંગ્રેસના અઘોષિત ગઠબંધનથી જનતાને છુટકારો અપાવવા માટે નવા વિકલ્પ, ઇમાનદાર વિકલ્પ અને શિક્ષિત વિકલ્પ આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે સૌને હું અપીલ કરી છું. ગુજરાતની અંદર કામની રાજનીતિની શરૂઆત કરવી છે. ઇમાનદાર રાજનીતિની શરૂઆત કરવી છે. આ અમારી કાયમ માટેની રાજનીતિ છે.