રાજય સરકાર ક્લાસ-4 કર્મચારીઓને 7 હજારની મર્યાદામાં બોનસ ચુકવશે
Mnf News Network: આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
નાણા વિભાગના જણાવ્યા અનુસાર, રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને ૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અદાજે ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.