ઊંઝા : ભાજપ શાસિત ન.પા.અઢી વર્ષમાં નગરજનોને આપેલ કયા વચનો પુરા કરવામાં નિષ્ફળ રહી ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : હાલમાં ઊંઝા નગરપાલિકામાં વોર્ડ 2 માં અપક્ષ અને ભાજપ વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામ્યો છે. ત્યારે આ બંને ઉમેદવારો દ્વારા જોર શોર થી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ક્યાંક ને ક્યાંક ભાજપ ને હારનો ડર સતાવી રહ્યો છે જેને લઈને ભાજપ એ ચૂંટણી પ્રચાર માટે મોટા ગજાના નેતાઓનો સહારો લેવો પડ્યો છે.
બીજી બાજુ ઊંઝા નગરપાલિકામાં જ્યારે ભાજપનું શાસન આવ્યું ત્યારે સમગ્ર નગરમાં સીસીટીવી કેમેરા લગાવવાની અને યાત્રાધામ ઊંઝા માં સિટી બસ શરૂ કરવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ આ બધી વાતો માત્ર અને માત્ર પોકળ જ સાબિત થઈ છે. હજુ સુધી ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા આ પ્રકારની કોઈ પણ સુવિધા નગરજનોને આપવામાં આવી નથી. પણ તેને બદલે ભાજપ શાસિત નગરપાલિકા માત્ર અને માત્ર અનેક કૌભાંડોના વિવાદોમાં જ ફસાયેલી રહી છે.
આમ સત્તા હાંસલ કર્યા બાદ નગરજનોને સુવિધાઓ પૂરી નહીં પાડી હોવાને કારણે ક્યાંક ને ક્યાંક નગરજનોમાં છૂપી રોષની લાગણી હોવાનું ચર્ચા રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં વોર્ડ નંબર 2 ની નગર પાલિકાની ચૂંટણીમાં મતદારો પોતાનો મિજાજ બતાવશે તેવું માનવામાં આવી રહ્યું છે.