મોરબીની જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજમાં ૨ દિવસીય ક્રિએટીવ વર્કશોપ યોજાયો

Mnf network: કન્યા છાત્રાલય કેમ્પસની શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજમાં બે દિવસીય અનલોકીંગ ક્રિએટીવીટી બિયોન્ડ ક્લાસરૂમ વર્કશોપનું આયોજન કરાયું હતું જે અંતર્ગત વિદ્યાર્થીનીઓ માટે ફેશન ડીઝાઈનીંગ અંજુબેન જીવાણી, ટાઈમ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ (ડો. દીપ ભાડજા), ઝુમ્બા વર્કઆઉટ (ડો. ભક્તિ પટેલ) દ્વારા અલગ અલગ સેશનમાં વિષય અનુસાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુંવર્કશોપમાં રીસાયકલીંગ ફેશન અંતર્ગત અલગ અલગ વેસ્ટમાંથી કપડા ડીઝાઇન કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીનીઓ કેમ્પસમાં ફન ફેરનું આયોજન કરાયું હતું વર્કશોપ ખુબ સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રિન્સીપાલ આરતી રોહનએ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓનો આભાર વ્યક્ત કર્યો હતો