ધો.10 માટે મોટા સમાચાર : માર્કસ મૂકવા મુદ્દે શિક્ષણ બોર્ડ તમામ શાળાઓને આપ્યો મહત્વનો આદેશ

ધો.10 માટે મોટા સમાચાર : માર્કસ મૂકવા મુદ્દે શિક્ષણ બોર્ડ તમામ શાળાઓને આપ્યો મહત્વનો આદેશ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં સમગ્ર રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓની ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ વર્ષે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને કોરોનાની મહામારી ને પરિણામે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે હવે વિદ્યાર્થીઓને માર્કશીટ બોર્ડ દ્વારા આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

જે સંદર્ભે આજથી ધો.૧૦ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન ગુણ મુકાવાની પ્રક્રિયા ચાલુ થવા જઈ રહી છે.શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આજથી વેબસાઈટ પર ધોરણ 10ના માર્ક્સ મુકવાની સુચના આપી છે. ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી 17મી જૂન સુધીમાં તમામ શાળાઓને વિદ્યાર્થીઓના મૂલ્યાંકન ગુણ ઓનલાઈન વેબસાઈટ પર મુકવાનું જણાવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માર્કસ અપલોડ કરવાની અંતિમ તારીખ 17 જૂન અપાયેલ છે અને શાળાના તમામ આચાર્યોને નિયત સમયની અંદર માર્ક્સ મુકવાનો આદેશ કર્યો છે. પરીક્ષા સચિવ બી.એ ચૌધરીનીએ તમામ માધ્યમિક શાળાઓના આચાર્યને જણાવ્યું છે કે પરીક્ષાર્થીઓની આંતરીક મૂલ્યાંકન ગુણ, માધ્યમિક કક્ષાના માળખા મુજબના ગુણ તથા શાળા કક્ષા વિષયના ગુણ બોર્ડની વેબસાઇટ gseb.org અને sscmarks.gseb.org પરથી શાળા દ્વારા ઓનલાઇન તા.8 જૂન 2021ના રોજ સવારે 11 કલાકથી 17 જૂન 2021 ના રોજ સાંજે 5 કલાક સુધીમાં ભરવાના રહશે. પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓના નામ અને એપ્લીકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઇન ગુણ ભરવા માટે શાળાના ઇન્ડેક્ષ નંબર અને નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગીન કરી શકાશે.