ઊંઝા : કહોડા માં AAP ના ઉમેદવાર ના સમર્થનમાં જંગી સભા યોજાઈ : અલ્પેશ કથીરિયાએ કર્યું સંબોધન
મોર્નિંગ ન્યુઝ ફોકસ કહોડા : ઊંઝા વિધાનસભા માં ત્રિકોણીયો જંગ જામ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મતદારોને આકર્ષવા માટે ગઈકાલ સુધી જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થતા હવે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા ઊંઝા તાલુકાના કહોડા ગામે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના સુરત વરાછાના ઉમેદવાર અને સ્ટાર પ્રચારક અલ્પેશ કથીરિયાએ સભાને સંબોધી હતી.
કહોડા ગામે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં જંગી જન મેદની ઉમટી પડી હતી. અલ્પેશ કથીરિયા જણાવ્યું હતું કે, " જ્યારે એક શિક્ષિત યુવાન વિદેશ છોડીને વતનમાં લોકોની સેવા કરવા આવી રહ્યો હોય ત્યારે આવા કર્મઠ અને સેવાભાવી ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે સભામાં ઉપસ્થિત લોકોને તેમણે આહવાહન કર્યું હતું. અત્રે નોંધાનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ઊંઝા વિધાનસભાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જંગી સભાઓમાં લોકો સ્વયંભૂ ઉમટ્યા હતા. આમ આદમી પાર્ટીના ઊંઝા વિધાનસભાના ઉમેદવાર ઉર્વીશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.