નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલ તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા "શ્રીરામ જીવન ચરિત્ર પરીક્ષા" નું આયોજન કરવામાં આવ્યું.
Mnf network: પરીક્ષા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ હતો. આ પરીક્ષા યોજવાનો હેતુ, આજની પેઢી શ્રીરામના જીવનને અનુસરે અને તેમના સદગુણોનો આવનાર પેઢીમાં સંચાર કરવાનો હતો.????
સમગ્ર ભારત દેશ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો છે ત્યારે મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલના સહયોગથી મોરબીના બહેનો માટે રામાયણ પર પરીક્ષા-પ્રતિસ્પર્ધાનું આયોજન કરેલ હતું.
દરેક બહેનોને રામાયણના વાંચન તરફ દોરવાનો અને રામાયણને સમજીને જીવનમાં અનુસરવાનો એક સમાજલક્ષી-મૂલ્યલક્ષી અનન્ય પ્રયત્ન કરેલ હતો.જેમાં 251 બહેનોએ પરીક્ષા આપેલ હતી
જેમાં પ્રથમ નંબર પર વામજા નિમિષાબેન યશકુમાર-1st ,દ્વિતીય નંબર પર જીવાણી રોશનીબેન અંકિતભાઈ-2nd, તૃતીય નંબર પર વાધડીયા ભાવિકાબેન યોગેશભાઈ-3rd વિજેતા થયેલ છે…
તેમજ 4 થી 10 નંબર પર ક્રમશ વિજેતામાં પીઠડીયા વર્ષાબેન જયેશભાઈ-4th, છત્રોલા અંકિતાબેન છગનભાઈ-5th,ખાંભરા મિતલબેન અમિતભાઈ-6th,ચાવડા નીતાબેન ભગવાનજીભાઈ-7th,બાવરવા વંદનાબેન ભાવેશભાઈ-8th,કાવર જલ્પાબેન પીયુષભાઈ-9th,કાલરીયા માનસીબેન-10th નંબર પર વિજેતા થયા છે.
વિજેતા ટોપ-10 બહેનોને અમૂલ્ય ગિફ્ટ આપી સન્માનિત-પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ પરીક્ષામાં ભાગ લેનાર તમામ 251 બહેનોને ગિફ્ટ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.