ઊંઝા : જિલ્લા ભાજપ પ્રમુખે કયા મુદ્દે નારાજગી વ્યક્ત કરી ? તાલુકા ભાજપ પ્રમુખને શું કરી કરી ટકોર ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝા માં આવેલ શૈક્ષણિક સંસ્થા શિશુમંદીરમાં ભાજપની તાલુકા અને શહેર ની મંડલ બેઠક મળી હતી.જેમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે પાર્ટીના આગામી ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ અને ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજી ની જન્મજ્યંતી અંતર્ગત "સામાજિક ન્યાય સપ્તાહ" ના રૂપમાં વિવિધ કાર્યક્રમોના આયોજન ની રૂપરેખા આપી ચર્ચા કરી અને કાર્યક્રમને સફળ બનાવવા સૌ ને કામે લાગી જવા ની અપીલ કરી.
ભાજપના કાર્યકરો માં થતી ચર્ચાઓ મુજબ, જિલ્લા પ્રમુખ રાજગોરે બુથ સશક્તિકરણ કામગીરી મુદ્દે તાલુકા ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારોની સામે નારાજગી વ્યક્ત કરી ઉધડો લીધો હતો. તેમણે તાલુકા પ્રમુખને બીજી બાબતોમાં ઓછું ધ્યાન આપી પાર્ટીની કામગીરીમાં ધ્યાન આપવાની ટકોર કરી હતી.
અત્રે નોંધનીય છે કે ઊંઝા ભાજપ તાલુકા પ્રમુખ છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં નિવેદનો આપીને ભાજપ શાસિત સંસ્થાઓની ઈમેજ ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની ગંધ જિલ્લા પ્રમુખને આવી ગઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.એટલું જ નહિ પૈસાની લેતીદેતી મુદ્દે તાલુકા પ્રમુખને તમાચા પડ્યા હોવાનો મુદ્દો પણ મીડિયામાં ઘણો ગાજ્યો હતો.ત્યારે જિલ્લા પ્રમુખે કરેલી ટકોરને લઈ એકવાર પુનઃ અટકળો શરૂ થઈ છે કે શું આવનાર સમયમાં તાલુકા ભાજપ ટીમમાં કોઈ મોટો ફેરફાર આવી શકે ખરો ?