ઊંઝા નગરપાલિકા અને શહેર સંગઠનમાં ભારે ઉથલપાથલ થશે ? કોના માથે છે લટકતી તલવાર? જાણો

ઊંઝા નગરપાલિકા અને શહેર સંગઠનમાં ભારે ઉથલપાથલ થશે ? કોના માથે છે લટકતી તલવાર? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : છેલ્લા કેટલાક સમયથી ઊંઝા નું રાજકારણ ચકડોળે ચઢી રહ્યું છે. ઊંઝા ને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. પરંતુ ઊંઝાના લોકપ્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલના નિધન બાદ સ્થાનિક નેતાઓએ ખેંચતાણ શરૂ કરતા ઉંજાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડો. આશાબેન પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે તાજેતરમાં યોજાયેલી એક શ્રદ્ધાંજલિ સભામાં નવનિયુક્ત ઊંઝા ભાજપ શહેર પ્રમુખ દ્વારા એક પાયાના કાર્યકર સાથે અસભ્ય વર્તન કરાતા મામલો છેક પ્રદેશ સુધી પહોંચ્યો છે અને નવનિયુક્ત શહેર પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવા માટે રજૂઆતો કરાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી ઊંઝા શહેર સંગઠનમાં કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં નગરપાલિકામાં પણ ભાજપનું શાસન હોવા છતાં ભાજપના જ નગરસેવકોમા ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે.તાજેતરમાં ભાજપના ચાર જેટલા નગરસેવકોએ રાજીનામા ધરી દીધા હતા. જેને લઇને ભારે હડકંપ મચ્યો હતો. જેમાંથી એક નગરસેવક ને મનાવી લેવાયા હતા બાકીના ત્રણ નગરસેવકોને સસ્પેન્ડ કરવા માટે નગરપાલિકાના બની બેઠેલા સત્તાધીશો જિલ્લા પ્રમુખ સુધી રજૂઆત કરવા દોડી ગયા હતા પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું.

બીજી બાજુ જિલ્લા સંગઠન માંથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ઊંઝા શહેર ભાજપમાં હાલમાં જે અસંતોષ જોવા મળી રહ્યો છે તેને ખાળવા માટે એક સંગઠન ટીમ ટૂંક સમયમાં ઊંઝા ખાતે આવનાર છે. એટલું જ નહીં ટીમની મુલાકાત બાદ ઊંઝા શહેર સંગઠનમાં અને નગરપાલિકા માં પણ ભારે ઊથલપાથલ જોવા મળી શકે છે. તમામ કાર્યકરોને સાથે લઈને ચાલી શકે તેવા પાયાનાં કાર્યકરોને મહત્વ આપવામાં આવી શકે છે. એટલું જ નહીં મુલાકાતે આવનાર ભાજપ સંગઠનની ટીમ નવા અને જૂના એમ બંને કાર્યકરોને સાંભળશે અને ત્યારબાદ એક નવી જાહેરાત થાય તો નવાઇ નહીં !