PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી : PM મોદીએ ટ્વિટ કરી પાઠવી શુભેચ્છાઓ
આજે ગુજરાત સહીત દેશભરમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સંબંધ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ટ્વિટ કરી દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે દિલ્હીમાં રક્ષાબંધનની ઉજવણી કરી છે. આ દરમિયાન દિલ્હીમાં શાળાની દીકરીઓએ PM મોદીના હાથે રાખડી બાંધી હતી. આ પહેલા PM મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી છે. આ સાથે મંત્રીમંડળ નિવાસસ્થાન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ CMને રાખડી બાંધી તો મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપીકા સરવડાએ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી. આ સાથે સાધના વિનય મંદીર શાળા અમદાવાદ દ્વારા G20, ચંદ્રયાન-3 ની થીમ પર બનાવાયેલ 325 ફૂટ લાંબી રાખડી CMને ભેટ આપી હતી. આ સાથે મહિલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા CMને રાખડી બાંધવામાં આવી હતી.