સુરત મનપા કમિશ્નર શાલીની અગ્રવાલે નવો રેકોર્ડ બનાવ્યો : એક જ દિવસમાં મનપાની તિજોરીમાં 110 કરોડ જમા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : આગામી 15મી તારીખથી રાજ્યમાં પ્રવર્તમાન જંત્રીના બમણા દર થઇ જવાના છે. તેથી જૂની જંત્રીના ભાવે પેઇડ એફએસઆઇનો લાભ લેવા માંગતા બિલ્ડરો માટે આ લાભ લેવાની અંતિમ તારીખ 13મી એપ્રિલ હતી.
આથી નાના-મોટા બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટ્સની વિકાસ પરવાનગી મેળવવા છેલ્લા એક મહિનાથી ભારે દોડ લગાવી હતી. તેમાંય છેલ્લા અઠવાડિયામાં તો સંખ્યાબંધ નવી ફાઇલો મૂકવામાં આવી હતી.જેને લઈ મનપા કમિશનર દ્વારા 250 થી વધુ વિકાસ પરવાનગીની ફાઇલોને એક માસમાં જ મંજૂર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
માત્ર એક જ દિવસમાં પેઇડ એફએસઆઇની 110 કરોડ સુરત મનપાની તિજોરીમાં જમા થવાનો નવો વિક્રમ સુરત મનપામાં નોંધાયો છે. સુરત મનપાના સેન્ટ્રલ ટીડીઓ વિભાગ દ્વારા આવી સ્થિતિ થવાની છે એ વાત ધ્યાને રાખી અગાઉથી જ મનપા કમિશનરની મંજૂરીથી સેન્ટ્રલ ટીડીઓનો એકાઉન્ટ વિભાગ રાત્રે 12 વાગ્યા સુધી સ્પેશિયલ કેસમાં ચાલુ રાખવામાં આવ્યો હતો.