મહેસાણા : રખડતા ઢોરનો આતંક : 5 લોકોને ઇજા, એક ગંભીર : શાસકો સામે રોષ
મહેસાણા નો બનાવ...
મહેસાણા શોભાસણ રોડ ઉપર રખડતા ઢોરે આતંક મચાવ્યો...
સાહિલ ટાઉનશીપમાં રખડતા ઢોરે લોકોને દોડાવી દોડાવીને અડફેટે લીધા...
5 લોકો ને એક સાથે ઇજા પહોંચાડી..
એક યુવાન ને ગંભીર ઇજા થતાં અમદાવાદ સારવાર માટે ખસેડાયો..
રખડતા ઢોર ના આતંક ના સીસીટીવી વિડિઓ આવ્યા સામે...
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : મહેસાણામાં નમાલા નગરપાલિકા તંત્ર અને શાસકોને કારણે નિર્દોષ લોકો ક્યાંક ને ક્યાંક રખડતા ઢોરોનો શિકાર બની રહ્યા છે.તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક રખડતા ઢોર દ્વારા એક નિર્દોષ વ્યક્તિને ટાર્ગેટ કરીને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યારે સવાલ એ થાય છે કે સત્તાધીશો માત્ર અને માત્ર વોટબેંક ના લોભમાં આમને આમ ક્યાં સુધી નિર્દોષ લોકોને રખડતા ઢોરોનો શિકાર બનવા દેશે ?
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના મહેસાણાના શોભાસણ રોડ પર આવેલ સાહિલ ટાઉનશીપ ની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં રખડતા ઢોર દ્વારા પાંચ જેટલા લોકોને નાની-મોટી જાઓ પહોંચાડવામાં આવી હતી તેમજ એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડ તો તેને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો માત્ર ક્યાં સુધી રખડતા ઢોરોને પકડવાની કામગીરી કાગળ પર કરતા રહેશે? જોકે મહેસાણા ના નેતાઓની પણ નમાલી નેતાગીરી આ ઘટના પરથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે.