વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
Mnf net work: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર અને બુધવાર તા. 26-27 સપ્ટેમ્બરના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બુધવાર 27 સપ્ટેમ્બરે સવારે દસેક વાગ્યે મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનના કાર્યક્રમની મલતી માહિતી પ્રમાણે વાયબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષ પૂર્ણ થયા, એની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો છે, જેમાં જાણીતા ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તિઓ, યુવા ઉદ્યોગ સાહસિકો તેમજ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓ પણ હાજર રહેશે.
આ પ્રોજેક્ટથી ગુજરાતભરના શૈક્ષણિક ક્ષેત્રે માળખાંકીય સુવિધાઓમાં વધારો થશે. આ યોજના અંતર્ગત સ્કૂલોમાં હજારો નવા સ્માર્ટ ક્લાસરૂમો, કમ્પ્યુટર લેબ્સ, સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરિંગ એન્ડ મેથેમેટિક્સ) લેબ્સ તેમજ અન્ય આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરાશે.
આ ઉપરાંત ગુજરાતમાં સ્કૂલોના મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના લર્નિંગમાં સુધારા માટેની વિદ્યા સમીક્ષા કેન્દ્ર-2 યોજનાની પણ જાહેરાત કરશે. આ યોજનાના પહેલાં તબક્કામાં ગુજરાતના દરેક જિલ્લામાં કેન્દ્ર શરૂ કરાયા હતા, હવે એમાં વધુ સુવિધાઓ આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નર્મદા નદી પર બનાવાયેલા ઓદારા ડભોઇઐઐ-સિનોર-માલસર-અસારોડને જોડતા નવા બ્રિજને ખૂલો મૂકશે તેમજ દાહોદને પાણી પુરવઠો આપતા છાબ તળાવ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરાવશે. વડોદરામાં ગરીબો માટે બનાવાયેલા 400 ઘરની યોજના અને ગુજરાતના 7,500 ગામડાંમાં વાઇ-ફાઇ સુવિધાની યોજનાની શરૂઆત પણ કરાવશે.