સુરત : ગરમીના પ્રકોપ વચ્ચે એસ.ટી વિભાગની પ્રશંસનીય કામગીરી : જાણીને કરશો પ્રશંસા

વધતા જતા ગરમીના પ્રકોપ માં મુસાફરો અને કર્મચારીઓ માટે એસ.ટી. વિભાગ નો મહત્વનો નિર્ણય
મુસાફરો અને કર્મચારીઓ માટે ઠંડા પાણી ની વ્યવસ્થા અને ઓ.આર.એસ નું વિતરણ કરાયું
સુરત સેન્ટ્રલ સ્ટેશન અને ઉધના ડેપો તેમજ વર્કશોપ પર ઠંડા પાણીની વ્યવસ્થા અને મુસાફરો તેમજ કર્મચારીઓ ને ઓ.આર.એસ.વિતરણ કરાયું.
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : હાલમાં સમગ્ર ગુજરાતમાં પ્રચંડ ગરમીનાં કારણે " હીટ વેવ " નું મોજું ફરી વળેલ છે જેનાં કારણે સરકાર તેમજ ઉચ્ચ મેનેજમેન્ટ દ્વારા ગરમીથી બચવા મુસાફરો તેમજ એસ.ટી.ના કર્મચારીઓ માટે ઠંડા પીવાના પાણી તેમજ ઓ.આર.એસ. પેકેટ નું વિતરણ કરવાની સૂચના આપવામાં આવેલ છે.
જે સંદર્ભે આજરોજ સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે એ.ટી.એસ. શ્રી ઝેડ.એમ.શેખ, એ.ટી.આઈ. શ્રી આર.કે.ચૌધરી ની હાજરીમાં ઠંડા પીવાના પાણી અને ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવેલ. તો બીજી બાજુ ઉધના ડેપો વર્કશોપ તેમજ બસ સ્ટેન્ડ ખાતે એ.ટી.આઈ. શ્રી હુસેનભાઇ પઠાણ દ્વારા મેકેનિક કર્મચારીઓ, એસ.ટી.સ્ટાફ તેમજ મુસાફરોને ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ એસટી વિભાગે આ ધોમ ધકતા તાપમાં એક સરાહનીય કદમ ઉઠાવ્યું છે જેની ચોમેર પ્રસંશા થઈ રહી છે.