ઊંઝા : જગન્નાથપુરા - કામલી બિસ્માર રોડ ને રિસરફેસ કરવા તાલુકા પંચાયત પ્રમુખે લખ્યો પત્ર
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝા તાલુકાના કામલી - જગન્નાથપૂરા વચ્ચેના બિસ્માર રોડને દુરસ્ત કરવાની માગણીને ધ્યાનમાં લઈને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને પત્ર લખી આ રોડને રીસરફેસ કરવાની રજૂઆત કરાઈ છે. જેથી આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
ઊંઝા તાલુકાના કામલી જગન્નાથપુરા વચ્ચેનો રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. જેને લઇને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે BJM ના કનવીનર મૌલિક પટેલ દ્વારા આ રોડને ઝડપથી રિસરફેસ કરવાની માંગ કરવામાં આવી હતી.
જગનાથપુરા કામલી વચ્ચેના આ બિસ્માર રોડ સંદર્ભે કરાયેલી મૌખિક રજૂઆતને ધ્યાનમાં લઈને તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ દ્વારા જિલ્લા પંચાયત વિભાગના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં તેમણે જગનાથપુરા - કામલી રોડને રીસરફેસ કરવાની ભલામણ કરી છે. ત્યારે હવે ઝડપથી આ રોડનું રીસરફેસિંગ થાય એ વર્તમાન સમયની તાતી માંગ છે.