ઊંઝા : કોરોના કાળમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકોમાં મીથીલીન બ્લ્યુ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

ઊંઝા : કોરોના કાળમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકોમાં મીથીલીન બ્લ્યુ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : કોરોના ની આ મહામારીમાં ઊંઝામાં આમ આદમી પાર્ટી દ્વારા સમય અગાઉ લોકોના ઓક્સિજન લેવલમાં આપવામાં આવ્યા હતા અને લોકોને કોરોના ની બીમારી અંગે જાગૃત કરવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના નેતા મયુર પટેલના જણાવ્યા મુજબ હાલમાં કોરોના ની બીમારી સામે રક્ષણ મેળવવા માટે અકસીર ઇલાજ ગણાતી મીથીલીન બ્લુ નામની દવા ખૂબ જ ઉપયોગી નીવડી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઊંઝા પંથકના લોકોમાં મીથીલીન બ્લ્યુ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે કોરોના મહામારીમાં આમ આદમી પાર્ટી પણ સતત લોકોની પડખે ઊભી રહી છે.