ITC નર્મદા ખાતે કચ્છી ભરતવાળી છત્રીઓથી બનેલા ક્રિસમિસ ટ્રીએ જન્માવ્યુ આકર્ષણ
ક્રીસમસનો તહેવાર નજીકમાં જ છે. તેની ઉજવણી માટે સમગ્ર દેશમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સૌ કોઈ વિશેષ રીતે તેના ઉજવણીનું આયોજન કરી રહ્યા છે.અમદાવાદમાં ITC નર્મદામાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.
અમદાવાદમાં આવેલી ITC નર્મદા ખાતે કચ્છી ગુથણ અને ભરતકામથી તૈયાર કરાયેલી છત્રીઓ દ્વારા એક વિશાળ અને અનોખું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યુ છે.
ITC નર્મદા ખાતે એક ભવ્ય અને અનોખા ક્રિસમસ ટ્રીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જે ગુજરાતની સુંદરતા અને ભવ્યતાને પ્રતિબિંબિત કરે છે.
આ ક્રિસમિસ ટ્રી ITC નર્મદાના એન્ટ્રીવેના ઊંચા સ્ટેપ-વેલ આર્કિટેક્ચરની ટોચ પરથી લટકતું રાખવામાં આવ્યુ છે. 23-ફૂટ ઊંચા ક્રિસ્મસ ટ્રીમાં લગભગ 300 છત્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
દરેક છત્રી કચ્છના સાંસ્કૃતિક ભરતકામને પ્રતિબિંબિત કરે છે.આ ટ્રી ક્લાસિક ક્રિસમસ આભૂષણો અને ચમકતી લાઇટ્સથી શણગારવામાં આવ્યું છે.
ITC નર્મદા દ્વારા ગુજરાતના સમૃદ્ધ વારસાને ભાવાંજલિ અર્પણ કરવાની કામગીરી સાથે નવા વર્ષની નવી રીતે ઉજવણી કરવાનો પ્રયોગ કર્યો છે. અહીં આવતા લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.