મહેસાણા : મહાનગર પાલિકા સમાવિષ્ટ વિસ્તારો માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ને મળશે વેગ : વધુ 30 ટ્રીપરો નો થયો ઉમેરો
ડોર ટુ ડોર કલેક્શન માટે મહેસાણા મહાનગરપાલિકાની 30 ટ્રીપરોને લીલી ઝંડી આપવામાં આવી
મહેસાણા પાલિકામાં સમાવિષ્ટ તમામ ગામોમાં સ્વચ્છતા અભિયાન વ્યવસ્થિત ચાલે તે માટે કમિશનર અને તેમની ટીમ કરી રહી છે અથાક પ્રયત્નો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : મહેસાણા નગરપાલિકાનો મહાનગરપાલિકામાં સમાવેશ થતાં જ શહેરનો વિકાસ વેગવંતો બન્યો છે. પાલિકા કમિશનર દ્વારા મહેસાણા શહેર તેમજ પાલિકામાં સમાવિષ્ટ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ અભિયાન વ્યવસ્થિત થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
ત્યારે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મહેસાણા શહેરને સ્વચ્છ બનાવવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવા માટેની ૩૦ જેટલા નવા ટ્રીપરો પ્રાપ્ત થયા છે. જેને મહેસાણાના ધારાસભ્ય, કલેક્ટર તેમજ મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્રભાઈ ખતોલે તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર દર્શનસિંહ ચાવડા અને અફજલભાઇ મંડોરીએ લીલી ઝંડી આપીને આ ૩૦ જેટલા ટ્રિપરોને મહેસાણા નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં તેમજ મહાનગરપાલિકામાં સંમેલિત ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રિપરોને રવાના કરવામાં આવ્યા હતા.